________________
સંયમવીર સ્થૂલિભદ્ર
શૂરવીર હોય, પણ ડગલે ને પગલે શંકા જ શંકા !
આ સર્વ હકીકત સાંભળી વચિ ક્ષણભર ચોંકી ઊઠ્યા. મહાઅમાત્ય થવાનું સોણલું સરી જતું લાગ્યું. મહાઅમાત્ય થવાનો મોહ ક્ષણભર ઊતરી ગયો. માન, ધન, ભોગસામગ્રી મળે પણ આવા ભય અને શંકા સાથે જીવવા કરતાં તક્ષશિલાનો વિદ્યાવ્યાસંગ ઉત્તમ છે.
૭૩
આવો વિચાર ચિત્તમાં સ્થાયી થાય તે પહેલાં વળી ઉપકોશા ઊપસી આવી. “પિતાએ કહ્યું છે કે મારી કન્યા રાજ્યના પદવીધરને વ૨શે” પુનઃ પોતે જ કહેલી ચાતુરી યાદ આવી. મહાઅમાત્ય થવાનું બતાવેલું સાહસ યાદ આવ્યું ને સ્વયં વિચારવા લાગ્યો કે આવી કાયરતાથી ઉપકોશા ન મળે, શૂરવીર થઈને કાર્ય પાર પાડવાનું છે.
વળી થાધ્યક્ષે પોતાની વાતો ચલાવી. આજે તેને પોતાની મોટાઈનું શ્રવણ કરનાર મોટો વિદ્વાન મળ્યો હતો ને ?
વરરુચિની વિચારમાળા તૂટી. “તમે તો શસ્ત્રવિદ્યા સાથે અનેક વિદ્યાઓ જાણો છો.'’
Jain Education International
રથાધ્યક્ષ એકદમ ઉત્સાહમાં આવી ગયો. “અરે હજી તમે એક ગુપ્ત રહસ્ય તો જાણતા નથી, તમે જો તે ક્યારે પણ પ્રગટ ન કરો અને શપથ લો તો જણાવું.”
વરચિ થાધ્યક્ષની આયુધશાળા, તેની વિષ પારખવાની વિદ્યાઓ જાણી પ્રભાવિત થયો હતો. વળી તેના મનમાં એક વાત ઘૂમરાતી હતી કે મહાઅમાત્યને દૂર કરવા અને તે પદ મેળવવા આ માણસ ઉપયોગી છે. એથી ગુપ્ત રહસ્ય જાણવા વચિએ જનોઈ પર હાથ મૂકી શપથ લીધા. રથાધ્યક્ષે ધીમા અવાજે વાત શરૂ કરી. “મેં વિષના પ્રયોગથી વિષકન્યા તૈયાર કરી છે, તેનું રૂપ અતિ મોહક હોય છે. તેને જોતાં જ પુરુષ છળીને કામાતુર બની જાય. તે વિવશ થઈ તેનો સ્પર્શ કરે તો તે મરણને શરણ થાય. તેના પ્રસ્વેદને સંઘે તોપણ મરણને શરણ થાય.”
For Private & Personal Use Only
www.jainelibrary.org