________________
જ • સંયમવીર સ્થૂલિભદ્ર
વરરુચિ: “તમારે શા માટે વિષકન્યા બનાવવી પડે !”
“રાજકારણમાં માંધાતા શત્રુનો નાશ કરવા વિષકન્યાનો ઉપયોગ કરવામાં આવે છે.”
વરરુચિ ઘડીભર સ્તબ્ધ અને ભયભીત થઈ ગયો. પોતાની વિદ્યાનું અહં ઓગળી જતું લાગ્યું. મગધેશ્વરનો એક સેવક આટલી અજબની સિદ્ધિઓ ધરાવે છે.
મને એ વિષકન્યા જોવા મળે ?”
“હા રાજસભામાં મગધપતિની જમણી બાજુ એ વિષકન્યા સુમોહા બેસે છે. તેનું રૂપ કમનીય હોય છે. તેનાં નયનો પુરુષની વૃત્તિને ઉત્તેજિત કરે તેવાં છે.”
“તમારી સિદ્ધિઓની વાતથી મને ખૂબ આશ્ચર્ય થાય છે. આ વિદેશમાં મને તમારા જેવા મિત્રની જરૂર હતી. જેવા પરાક્રમી છો તેવા જ સિદ્ધિઓના જ્ઞાતા છો.”
અરે તમને ખબર નહિ હોય એક વાર આ સ્થૂલિભદ્ર અને હું સાથે જ શસ્ત્રવિદ્યા શીખતા. ધનુર્વિદ્યામાં અમારી સ્પર્ધા થતી. ત્યારપછી રૂપકોશાની શોભાયાત્રામાં મારી મનોકામના હતી કે મહામંત્રીને ખુશ કરી રૂપકોશા મેળવવી અને ગાંધારની જીત સમયે મહામંત્રીએ તેમાં સંમતિ આપી હતી. તેમાં પણ સ્થૂલિભદ્ર મારો હરીફ બન્યો. અને કોશા મારા જીવનથી સરી ગઈ. રાજ્યમાં માન-સન્માન છતાં મારું જીવન શૂન્ય ભાસે છે.”
રથાધ્યક્ષની વાચાળતા ન કહેવાની વાતો પણ કહી જતી. વરરુચિ એ સર્વ વાતોનો પોતાના સ્વાર્થમાં ગોઠવવા મથામણ કરતો. ( વરરચિની જાળમાં ભોળો રથાધ્યક્ષ સપડાયો
વરરુચિ : “રથાધ્યક્ષ તમે પરાક્રમી છો પણ ભોળા છો. એક નાના ગુનાની સજા કરનાર મહામંત્રી પોતાના જ પુત્રને ગણિકાને આધીન રહેવા છતાં કોઈ દંડ નહિ? ગણિકાને પણ રાજ્યને વફાદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org