________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૭૫ રહેવાના શપથ છતાં તે પણ મુક્ત! તમારો અને કોશાનો યોગ થાય તો તમારું માહાસ્ય વધે. એમ વિચારી તેમણે આ ચાલબાજી રચી હશે એવું પણ બને.”
વરરુચિના ભોળપણનો ઉપયોગ કરી વરરુચિએ એક અંગારો ચાંપી દીધો.
વળી બોલ્યો “હે મિત્ર ! અમે મગધેશ્વરનો રાજ્યાશ્રય લીધો છે. તેનું લૂણ ખાધાનું ઋણ છે તેથી પ્રેમ ખાતર તમને આ વાત જણાવું છું.” રથાધ્યક્ષના મનમાં કોશાને મેળવવાના કોડ હતા તેથી આ વાત તેના અસંતુષ્ટ મનમાં આરપાર ઊતરી ગઈ.
“હવે શું કરું ?” વરરુચિને લાગ્યું કે હવે તે બરાબર વિશ્વાસમાં આવ્યો છે.
“તમારા મહારાજાને શત્રુમિત્રના ભેદ સમજાવો. આવું મોટું સામ્રાજ્ય કેવળ વિશ્વાસના વહાણે ન ચાલે. વળી ઉપકોશા કહેતી હતી કે મહામંત્રી અદ્દભુત શસ્ત્રોનું સર્જન કરી રહ્યા છે. ભલા તમારી પાસે શસ્ત્ર સરંજામ ક્યાં ઓછો છે ?”
રથાધ્યક્ષને લાગ્યું કે ખરેખર વરરુચિ મગધેશ્વરના હિતમાં જ આ કહી રહ્યા છે.
આમ રથાધ્યક્ષની અનેક પ્રકારની વાતો સાંભળતા તેઓ રાજસભામાં આવી પહોંચ્યા. રાજાજ્ઞા થતાં વરરુચિએ કાવ્યધારા વહેતી મૂકી. રાજાની પ્રશસ્તિ શ્લોકોના પૂરા નાદથી ગુંજવા લાગી. તે રાજસભામાં ચારે બાજુ નજર ફેરવતો હતો. રથાધ્યક્ષના કહ્યા પ્રમાણે તેણે સુમોહાને જોઈ. ક્ષણ વાર તો તે તેના સૌંદર્યમાં ખોવાઈ ગયો. વરરુચિ સ્થળના ભાને મહામહેનતે નજરને પાછી વાળી પુનઃ હળવા પ્રકારની ચમત્કારિક વાર્તાવિનોદ શરૂ કર્યો.
રાજા પ્રજા મંત્રમુગ્ધ થઈને સાંભળતાં હતાં. રાત્રીના ત્રીજા પ્રહરનો તૂરીઘોષ થયો. રાજાએ ઊઠવાની તૈયારી કરી. વરરુચિએ મહારાજાને નમસ્કાર કર્યા. મહારાજા અતિ પ્રસન્નતાથી વરરુચિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org