________________
૪ • સંયમવીર સ્થૂલિભદ્ર લગ્ન કરી લઈએ.”
“હા પિતાજી.” “કન્યાને તમારે પસંદ કરવાની છે.”
“શ્રીયક અને અમે કન્યાને શોધશું અને લગ્નોત્સવ મોટો કરશું ને ?”
“એ બધું તમારે કરવાનું છે. હું તો વૃદ્ધ થયો છું.” યક્ષા: “દિવ્યતાના તેજને વૃદ્ધાવસ્થા સ્પર્શતી નથી.”
યક્ષા અને અન્ય બહેનોએ પિતા પ્રત્યે અત્યંત અહોભાવ વ્યક્ત કર્યો. મહામંત્રીના અંતરમાં અતિ આનંદ થયો. આવાં સંતાનોના પિતા હોવાનું પોતાનું અહોભાગ્ય માનતા. સંતાનોને આવા વિરલ વ્યક્તિત્વવાળા પિતા મળ્યાનું પરમભાગ્ય હતું. મહામંત્રી પુનઃ પુનઃ વિચારતા યક્ષા પુત્ર હોત તો પોતે આજે શ્રી ભદ્રબાહુના ચરણે બેસી ગયા હોત !
આમ મીઠા સંવાદ સાથે પિતાના મનમાં ઘડીભર સ્થૂલિભદ્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટી ગયો, તેમ યક્ષા અને બહેનોને લાગ્યું. વાસ્તવમાં પિતાના મનમાં પણ પિતૃવાત્સલ્યથી સ્થૂલિભદ્રના કલ્યાણની ભાવના સ્પર્શી ગઈ હતી. સ્થૂલિભદ્રની યાદ આવતાં મહામંત્રીનું પિતૃહૃદય તેના ગુણ અને સામર્થ્યથી ભરાઈ જતું. કુળગૌરવ અને સમાજની શિસ્તની અગ્રિમતા આપતા પરંતુ તેમના ચિત્તમાં સ્થૂલિભદ્ર માટે કૂણી લાગણી હતી. વાસ્તવમાં સ્થૂલિભદ્રનું વ્યક્તિત્વ જ અનોખું હતું ને? - યક્ષાની મુલાકાત પછી ભદ્ર કંઈ અજંપો અનુભવતો હતો. કોશાની પ્રાપ્તિ પહેલાં અજંપો હતો, પ્રાપ્તિ પછી અજંપો ! તે કંઈક આકુળ રહેતો. વળી કોશાની અવનવી વિલાસની શૃંખલામાં ખોવાઈ જતો.
ચતુર કોશા પોતાના પ્રાણપ્રિય પાત્રની આ આકુળતા જાણી સ્વયં દુઃખી થતી. આ સ્થિતિ ચાલુ રહે તો જીવન વિષમય બની જાય. ભદ્ર કરેલો ગૃહત્યાગ, ભાવિ મંત્રીપદનો ત્યાગ, સ્વજનોનો ત્યાગ, પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org