________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૫૩ સંચાર છે. વિલાસનાં મોજાં ઊછળે છે. આવું સમજવા છતાં જીવ કેવો વામણો બને છે કે ત્યજી શકતો નથી. ભાવિ કહે છે કે ના પણ ભદ્ર એક દિવસ એ પરાક્રમ જરૂર કરશે. જેની ગાથા સંયમવીર તરીકે ચોર્યાશી ચોવીશી સુધી ગુંજતી રહેશે અને કોશાનું નામ તે સાથે ગૂંથાશે એક ઉચ્ચ શ્રાવિકા તરીકે.
પિતાજી હું વિમાસણમાં પડી ગઈ. રોકાવું કે ભાગવું? એક બાજુ તેના એકરારથી સભાવ અને બીજી બાજુ તેના આચરણથી તિરસ્કાર ?'
મેં કહ્યું : “એકવાર પિતાને મળી જા, શ્રીયક તો તારા વગર રડે છે. અને બહેનોના હૃદયમાં તારું રટણ છે. એક વાર મળી જા ભાઈ.”
“બહેન, મારા અપવિત્ર મુખના દર્શન કરવા તું લઈ જઈને શું કરીશ? કોશા અને મારો પૂર્વનો કોઈ ઋણાનુબંધ છે, તે ક્યારેક તૂટશે ત્યાં સુધી મને અહીં જ જીવવા દો. પિતાજીને કહેજે તમારો ભદ્ર મરણ પામ્યો છે, તેનું પ્રેત ભલે કોશાના ભવનમાં પડ્યું રહે, સડતું રહે. બહેન જા હવે મળીશું નવા જન્મે, અને હું રડતી આંખે પાછી ફરી.”
પિતાજી કોશા અને ભાઈને જોયા પછી તેઓ પાપી હોય તેમ મારું મન ના પાડે છે. એ કદાચ મારો ભદ્ર પ્રત્યેનો સ્નેહ હોય !”
પિતાજીઃ “ભક્ષા આપણા નિષ્પાપવંશમાં આવા પાપની સંભાવના ન હોય”
“છતાં પિતાજી કોશા ભદ્રની જોડી કોઈ અનોખી છે. પૂર્વના કોઈ નીચકુળના પાપ કોશાને નડ્યા. પૂર્વ પુર્વે ભાઈ ઉચ્ચ કુળ પામ્યો. જો આ ભેદ ન હોત તો તેઓ મગધરાજમાં પ્રતિષ્ઠા પામત. આવી સજા ન પામત. છતાં તેમનો નિર્મળ પ્રેમરૂપી સુવર્ણ એ સજાના તાપમાં શુદ્ધ બનશે. બહેનોના પુનઃ પ્રયત્ન છતાં સ્થૂલિભદ્રે તેમને મળવાનું ટાળ્યું.”
યક્ષા, ભદ્રની આશા રાખવી વ્યર્થ છે. એટલે હવે શ્રીયકનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org