________________
પર
સંયમવી૨ સ્થૂલિભદ્ર
કીડા જેવા સ્થૂલિભદ્રનું પ્રેત છે. તે તેનું મુખ બતાવવાને પણ લાયક નથી. તે આવ્યો જ નહિ.”
“આ સમાચાર લાવતી કોશા મારા પગમાં મસ્તક નમાવી આંસુ સારતી હતી, ને કોશા પર નફરત કરનારી હું રડું.”
કોશા રડતી રડતી કહેતી હતી. યક્ષાદેવી” મને માફ કરો તમારા સ્પર્શને હું લાયક નથી. તમારા સૌની ચરણરજ છું. મેં મંત્રીરાજના ઘરે જ ચોરી કરી છે તેની સજા મૃત્યુદંડ જ હોય ? પણ અમારી પ્રીતિ તૂટે એના કરતાં મૃત્યુદંડમાં હું સુખ માનું છું. મારું સુંદર સ્વપ્ન તમે નાશ કરશો ? કદાચ એ સજા મળવાની હોય તો એટલા આશીર્વાદ આપો કે આ ભવે નહિ તો આવતા ભવે ભદ્ર મને મળે. તમારા જેવી સતીના આશીર્વાદ જરૂર ફળશે.’’
પિતાજી કોશાની મનઃસ્થિતિ પણ હૃદયદ્રાવક હતી. મારે અધર્મને પોષવો ન હતો છતાં હું કંઈ પણ બોલી ન શકી.’
“પણ સ્થૂલિભદ્રે શું કહ્યું ??' મહામંત્રી, આદર્શવાદી પુરુષ હતા પોતાના આદર્શમાં અણનમ હતા. તે સ્ત્રીઓની લાગણીવશતા જાણતા હતા.
તેણે તો મુખ બતાવવાની જ ના પાડી પરંતુ કોશાની અનેક વિનંતીઓથી તે આવ્યો, નીચું જોઈને ઊભો રહ્યો. મેં બોલાવ્યો પણ મૌન રહ્યો. આથી હું તેની પાસે ગઈ. તેની પીઠ પર હાથ મૂકવા ગઈ. તે દૂર ખસી ગયો.
“બહેન હું તારા પવિત્ર સ્પર્શને માટે નાલાયક છું. અમારા વિષયકષાયોથી દૂષિત આ અંગો વાસનાની ભઠ્ઠીમાં એક દિવસ નાશ પામશે, અગર ગંધાશે. પિતાએ સંસ્કાર આપ્યા છે તેથી જાણું છું કે આ પાપની સજા શું હશે ! પરંતુ બહેન તું આ સુંવાળા નરકાગારમાંથી જલ્દી ચાલી જા. પુનઃ અહીં આવવાનો પ્રયત્ન ન કરીશ.’
રે માનવ ! પૂરા વૈભવની, ઐશ્વર્યની મહેલાતને નરકાગાર કહે છે. હા ! કારણ કે એ સર્વ વૈભવ પાછળ શૃંગા૨૨સ છે, વાસનાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org