________________
સંયમવીર સ્થૂલિભદ્ર • પપ મહત્ત્વાકાંક્ષાને તરછોડી, લોકાપવાદ બધું જ વ્યર્થ જાય. પોતે કરેલા પદગૌરવનો ત્યાગ, જનતામાં હાંસીને પાત્ર ઠરે.
કોશાએ ઘણા મનોમંથન પછી એક ઉપાય શોધી કાઢ્યો. ભદ્રને કોઈ કળા કૌશલ્યમાં જોડી દઉં તો તે હળવો બને. આથી તેણે અનેક આશ્ચર્યકારી રચનાઓથી ભરપૂર રંગશાળાનું નિર્માણ કરવાનું વિચારી લીધું. તેની ચિત્રશાળા તો અદ્દભુત હતી. ઉદ્યાનની ચારેબાજુ સુખદ વાતાવરણના ક્રીડાસ્થાનો, વનરાજી, દેશપરદેશનાં સુંદર પશુપક્ષીઓ ચારે દિશામાં મધુર કલરવ કરતાં. ગંગાના તટ પરનાં વિરામસ્થાનો, આ કંઈ ઓછું મનોહર ન હતું. ભૌતિક સુખોથી છલોછલ ભરેલું વાતાવરણ છતાં ભદ્રના મનમાં કોઈ ખૂણે રહેલો રંજ ક્યારેક વિષાદ પેદા કરતો. જોકે કોશાના સૌંદર્ય, નૃત્યકલા, પ્રેમાર્પણ, ભદ્ર પ્રત્યેની અત્યંત સેવા સમર્પણ ભદ્રને પુનઃ સ્વસ્થતા આપતી.
છતાં કોશા ભદ્રમાં રજમાત્ર ઉદાસીનતા જોતી ત્યારે તેને ચિંતા સતાવતી હતી. આથી તેણે ભવ્યાતિભવ્ય રંગશાળાનું કાર્ય શરૂ કર્યું. દેશપરદેશથી સામગ્રી ખડકવામાં આવી. ભદ્રને મનગમતું એક કાર્ય મળ્યું. કોશાનું અંતર કહેતું : આ રીતે ભદ્ર પ્રસન્ન રહે છે અને રાતદિવસ સાથે જ કાર્યરત રહેવાથી બંને આનંદકિલ્લોલ કરતાં રંગશાળાનું નિર્માણ કરી રહ્યાં હતાં. બંનેમાં કળાકૌશલ્ય તો હતું.
કોશા પોતે કળામાં વિશેષ નિપુણતા ધરાવતી હતી. ભદ્રના ચિત્રોમાં ક્ષતિ બતાવી ખીજવતી. એવી ગોષ્ઠિમાં પણ બંને પ્રેમથી ઝૂમી ઊઠતાં. કોશાને નૃત્યકળાની તૈયારી કરવાની હતી. તેમાં તે નિપુણ હતી. પરંતુ રંગશાળાના ઉદ્ઘાટન પ્રસંગે કંઈ અવનવું જ રજૂ કરવાનું
હતું.
રંગશાળાની અવનવી સામગ્રીમાં ધનરાશિ ખર્ચાઈ રહી હતી. કોષાધ્યક્ષે સૂચના આપી કે નવી આવક છે નહિ. પદગૌરવના ત્યાગ પછી રાજ્ય તરફથી મળતી ધનરાશિ અને રાજા-મહારાજાઓ તરફથી મળતી ભેટ સર્વે બંધ થયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org