________________
પ૬ • સંયમવીર સ્થૂલિભદ્ર
કોશા મનમાં વિચારતી ભલે ધનરાશિ પૂર્ણ થાય, ભદ્ર કેવો પ્રસન્ન છે એ જ તો મારું ધન છે. રંગશાળાના નિર્માણમાં ભદ્ર કેવો આનંદમય છે, કેવી પ્રેમગોષ્ઠિમાં મસ્ત બને છે. મારું આ જ ધન છે. મારો ભદ્ર સુખી હું સુખી.
રંગશાળાનો વિશાળ ખંડ આજુબાજુનાં સ્થાનો, દીવાલો સર્વ કલાથી દીપી ઊઠતાં હતાં. બંને કલાકારો અદ્વિતીય હતાં. રંગશાળા ભારતવર્ષમાં અદ્વિતીય બનવાની હતી.
કારીગરો દ્વારા, દાસદાસીઓ દ્વારા રંગશાળાની અદ્ભુત કલાયુક્ત રચનાની વાતો કર્ણોપકર્ણ વહેતી થઈ હતી. પાટલીપુત્રની જનતા એ જોવા આતુર હતી. દેશવિદેશથી મહેમાનોનો સમૂહ ઊમટ્યો હતો. પાટલીપુત્રમાં ચારે દિશાએ રંગશાળાની કાલ્પનિક ચર્ચાઓ થતી હતી. ( ભદ્ર અને કોશાના હૃદયની વાતો
સ્થૂલિભદ્રને પિતાના સંસ્મરણનો કોઈ અવકાશ ઊભો ન થાય તેમ કોશાએ પોતાના રૂપમાધુર્યની મોહકતામાં પૂરી દીધો હતો. રાતો અને દિવસો પસાર થાય છે. પિતાની આજ્ઞાને કારણે શ્રીયક અને બહેનો વારાફરતી બોલાવવા આવે છે પરંતુ સ્થૂલિભદ્ર શયનખંડમાંથી બહાર નીકળી મોં જ બતાવતો નથી. કોશાના મોહમાં તે સૌને વિસરી ગયો. ક્યાંક હૃદયમાં ડંખ હતો કે પોતે કુળને કલંક લગાડ્યું છે પણ કોશાના સમર્પણ પાસે તે પાછો કોશાધીન બની જતો.
કોશા ચતુર હતી. તે સ્થૂલિભદ્રના અંતસ્તલને જાણતી હતી પરંતુ તેના શયનખંડની અને તેના સ્વયં શણગારની રચના એવી હતી કે કોઈ પણ પુરુષ સ્વેચ્છાએ આધીન થઈ જાય. તેમાં વળી ભદ્રની વીણાના સૂર સાથે કોશાનું નૃત્ય ભળતું ત્યારે બંને એકમેક બની જતાં. માનવજીવનની સ્નેહની સરવાણી ચારે બાજુથી ફૂટી નીકળતી.
અતિશય દુઃખ જીવને સત્ય પ્રત્યે લઈ જવામાં સહાયક થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org