________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૫૭ છે, તો કોઈ જીવોને અતિશય સુખ સત્ય પ્રત્યે લઈ જવામાં સહાયક બને. આવા અતિ સ્નેહ અને શૃંગારથી રસપૂર્ણ જીવનમાં કોશાને કોઈ વાર ભયનો સંચાર થતો કે આ સુખ પણ અસહ્ય લાગે છે તે ક્યાં સુધી ટકી જશે !
સ્થૂલિભદ્રમાં પડેલો ધર્મસંસ્કાર તેને પણ ક્યારેક મૂંઝવતો કે આ અતિ વિલાસને અંતે શું ? અધ્યાત્મનો સંસ્કા૨ જાગશે ત્યારે આ સર્વે વ્યર્થ થશે? છતાં પાછા બંને એ ભયના સંચારને ત્યજીને એકબીજામાં ખોવાઈ જતાં.
કોશાએ એક વા૨ પૂછ્યું “ભદ્ર, શું આપણું અસ્તિત્વ એક જ છે તેવું અનુભવો છો ?’
ભદ્ર : “હા, અવશ્ય તને જોઉં છું ત્યારે સઘળું ભૂલી જાઉં છું. સુવર્ણ અને રૂપે જડેલું રંગભવન, મિષ્ટાન્નના રત્નજડિત થાળ, કુસુમમાળા વગેરે ભૂલી જાઉં છું. માતાપિતા, બહેનો, ભાઈ, મિત્રો, ભાવિ મંત્રીપણું સર્વ ભૂલી જાઉં છું. અરે ! તને જોઉં છું ત્યારે ધર્મનાં મૂલ્યાંકનો, નીતિમત્તા, સર્વે ભૂલી જાઉં છું. હું કોઈ લડાયક સેનાનાયક છું તે પણ ભૂલી જાઉં છું. અરે મારું દેહભાન પણ ભૂલી જાઉં છું. તને જોતાં તું જ મારા અણુઅણુમાં પ્રસરી ગયેલી જોઉં છું. વળી વિચારું છું આવી તન્મયતા વીતરાગની પ્રતિમા પ્રત્યે આવી જાય તો પ્રેમીને બદલે ધર્મી બનું, પરંતુ તારું રૂપ, તારો સ્નેહપાશ મને જકડી રાખે છે.’’
કોશા છેલ્લી વાત સાંભળીને મૂંઝાઈ ગઈ. તેણે ભદ્રના મોં પર હાથ દાબી દીધો અને બોલી “ભાવિનું કોઈ અજ્ઞાતબળ આપણને જુદાં કરી નહિ શકે. એ મારા અંતરની સમર્પણતાની પ્રેમજન્ય પ્રતીતિ છે.’’
આમ કોશા અને ભદ્રના સંબંધની કડીઓ રાત્રિદિવસના ભેદ વગર સુગઠિત બનતી જાય છે. રે ભાવિ ! શું આ બાર વરસની પ્રેમપ્રતીતિ પવનના એક ઝપાટે જ વીખરાઈ જશે ? એ જ તો સંસારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org