________________
૧૦૬ સંયમવીર ચૂલિભદ્ર શાંત બની ગયું.
ત્યારે ધીર ગંભીર સ્વરે યૂલિભદ્ર બોલ્યા: “કોશા શાંત થા. મનની એક શુદ્ર વાસનાને પોષવા વ્યર્થ શ્રમ શા માટે કરે છે ? તારું સૌંદર્ય કોડીના મૂલનું નથી. તારા આત્મસૌંદર્યને જો.”
ભદ્ર અને વૈરાગ્યની વાતો નથી જોઈતી. મારી સ્ત્રીની વિરહવેદના તમે જાણતા નથી. મને તો મારો રસિક મારા દેહના કામ
જ્વરને શાંત કરે તેવો પેલો ભદ્ર જોઈએ. આત્માની કાલ્પનિક સુખની વાતોથી મારી વિરહની આગ શમે તેમ નથી.”
“કોશા તારી આગ શમાવવા જ આવ્યો છું. તને સુખશાંતિ આપીને જઈશ.”
ખરેખર તમે મને સ્વીકારશો. મારા પ્રેમનો પ્રેમથી જવાબ આપશો? પણ મને સંયમની વાતો ન કરશો.”
“કોશા હવે આજે તું સ્વસ્થ થઈને આરામ કર.” કોશાએ એ રાત્રે સજાવેલી પુષ્પશધ્યા શૂન્ય પડી રહી. પોતે પણ ચિત્રશાળાના એક ખૂણે નિદ્રાધીન થઈ.
ધન્ય મુનિ તમારા અધિકારીપણાના રોમરોમને. પુનઃ કોશા આશાભરી રોજેરોજ નૃત્ય કરતી. મુનિરાજ સમાધિરસમાં ડૂબકી મારતા, નયનોમાં નિર્મળતાનું તેજ ઝગમગતું ત્યારે કોશા પોતાના નયનોમાં તે તેજ ઝીલી શકતી નહિ. મનમાં થતું ભદ્રને બાહુપાશમાં જકડી લઉં પણ તેવું સાહસ મુનિની દઢતા પાસે તે કરી શકતી નહિ.
કોશા ભોજનમાં પણ કામોત્તેજક રસાયણો ભેળવતી તોપણ સાગરસમાં મુનિને દરેક પ્રકારો સંયમમાં સ્થિર કરવામાં જ સહાયક થતા. દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ પસાર થતા.
ચાતુર્માસ પૂરા થવાના ગણતરીના દિવસો બાકી હતા. કોશાના મનમાં હજી કામવાસના શમી ન હતી. પુનઃ એક રાત્રે તેણે પૂરા વિશ્વાસથી નૃત્યની તૈયારી કરી, જે નૃત્ય જાણે મદનની સેના હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org