________________
સંયમવી૨ સ્થૂલિભદ્ર ૭ ૧૦૭
તેવું મોહક હતું. વસ્ત્રપરિધાન છતાં બધાં જ અંગો પ્રત્યક્ષ થતાં જણાતાં. દાસદાસીઓ, વાદકો પણ ચકિત થઈ ગયાં.
પરંતુ મુનિરાજ એ જ નિશ્ચળતાથી બેઠા હતા. જાણે પાષાણની મૂર્તિ ? મદનની મોટી સેના ત્યાં હારી ગઈ.
નૃત્યને અંતે કોશા વિરહી અપ્સરાની જેમ જમીન ૫૨ ઢળી પડી. દાસીઓ, વાદકોને લાગ્યું કે હવે છેવટે મુનિ કરુણાથી પણ તેનો સ્પર્શ ક૨શે. અને પછી તો પોતે જ આ સ્વર્ગીય સુખને સ્વીકારી લેશે. એટલે બંનેને એકાંતમાં છોડી તેઓ વિદાય થયાં.
કોશા બેઠી થઈ, આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. શું મુનિ આવા કઠોર હશે ? ત્યાં તેના કાને મીઠો અવાજ આવ્યો.
“રૂપસુંદરી કોશા”
કોશા આનંદમાં આવી ગઈ. “ભદ્ર તમે મને બોલાવી, તમે મને સ્વીકારી છે. તમે મને સંસારી પ્રેમથી સ્વીકારશો ?”
“કોશા તારા પર મારો પ્રેમ છે તેટલે તો આવ્યો છું પણ એ પ્રેમ દેહ પ્રત્યે નથી, તારા આત્મા પ્રત્યે છે.”
“ભદ્ર તમે આ તત્ત્વની વાતો છોડી દો. મારી સાથે પ્રેમની ભાષામાં વાત કરો.”
કોશા દેહના પ્રેમમાં કેવળ વિકાર છે. આત્માના પ્રેમમાં ૫૨મ શાંતિ છે. વિષયકષાયના કાદવમાંથી તને બહાર કાઢવા આવ્યો છું.”
થોડી વાર શાંત પડેલી પણ પુનઃ કોશા ઉત્તેજનામાં આવી ગઈ તે વિચારતી હતી, શું નારીનો પિરચય પાપ છે ? આવું મંથન કરતી કોશાએ પૂછયું : “ભદ્ર ! પહેલા તમે પિતાના આદર્શને આગળ કરી મારા પિરચયમાં પાપ જોતા હતા. આજે મુનિવેશમાં રહીને પણ શું નારીને પાપ રૂપ માનો છો ? નારીને નરકનું દ્વાર કહો છો ? શું પુરુષમાં કોઈ પાપવૃત્તિ જ નથી. અરે વિશ્વની વિકાસ યોજનામાં નારીએ કોઈ બળ નથી પૂર્યું ? માટે આ ત્યાગની વાત જવા દો આપણે જે રીતે પ્રેમથી ઐક્ય સાધ્યું હતું તેને યાદ કરો અને આ વેશની અને સંયમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org