________________
૭૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
મગધેશ્વરે નગરચર્ચામાં શું જોયું ?
રથાધ્યક્ષ તેમને મહામંત્રીના પ્રાસાદના ગર્ભગૃહ નજીક લઈ ગયો, ત્યાં હથિયાર બની રહ્યાં હતાં તેના અવાજો સંભળાયા. કોઈ જગાના આછા પ્રકાશમાં હથિયારો ઝળહળતાં હતાં. ત્યાંથી તેઓ આગળ વધ્યા. મંત્રીરાજ કારીગરોને સૂચના આપતા હતા. હથિયારોની જાતે ચકાસણી કરતા હતા.
કોઈ જગાએ માણસો ભેગા થઈ ચર્ચા કરતા હતા કે મહારાજાની સત્તા હવે થોડા દિવસની છે. આમેય મહારાજા તો નામના જ છે. ખરા મહારાજા તો મહામંત્રી છે. મહારાજા તો કાવ્યો સાંભળે છે અને મજા કરે છે, તેમને ખબર નથી કે હવે તેમના દિવસો ભરાઈ ગયા છે. વરરૂચિએ કુશળતાથી આ વાતો વહેતી કરી હતી.
થોડેક આગળ વધ્યા ત્યાં ચર્ચા સાંભળી કે શ્રીયકના લગ્નનું નિમિત્ત છે. મહામંત્રી શસ્ત્રો દ્વારા અને સૈન્ય દ્વારા રાજાને જેલ ભેગા કરી શ્રીયકને મગધનું સામ્રાજ્ય અપાવશે. મહામંત્રી મહા કુશળ અને પરાક્રમી છે અને મહારાજા તેમના હાથમાં રમે છે.
આ સાંભળીને મહારાજા અત્યંત કોપાયમાન થયા. તેમણે થાધ્યક્ષને કહ્યું “હવે મહામંત્રીના દિવસો ભરાઈ ગયા છે. હવે કાલે જ હવે તેનો નિકાલ થશે, એટલું જ નહિ સાપ તો મરશે સાથે, સાપના કણાનો પણ નાશ કરવામાં આવશે.’’
મહારાજા નંદ અને થાધ્યક્ષ નગરચર્ચા જોઈ છૂટા પડ્યા. મહારાજા રાત્રે ઊંઘી શક્યા નહિ.
મહામંત્રી હજી તો આ વિગતથી અજાણ હતા. તેઓ સવારે મહારાજાના રાજમહેલે લગ્ન વિષેની અગત્યની ચર્ચા માટે ગયા પણ મહારાજાએ તેમને મળવાનું ટાળ્યું. તેઓ થોડી વાર રોકાયા પરંતુ મહારાજાએ પુનઃ મળવાનું ટાળ્યું. મહામંત્રી માટે પૂરા મંત્રીકાળની આ આશ્ચર્યકારક અને દુ:ખજનક ઘટના હતી. મગધેશ્વર હંમેશાં વડીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org