________________
૪૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
એક પછી એક યક્ષા અને તેની છ બહેનો મંદમંદ ગતિએ સભાગૃહમાં હાજર થઈ, તેમના નૂપુરઝંકારથી વાતાવરણમાં ઉત્તેજના આવી. જાણે સંગીત પુરવણી થઈ. સાતે બહેનો ભદ્રાસને ગોઠવાઈ ગઈ.
વરચિ અતિ આવેશમાં આવી ક્લિષ્ટ, બ્લોકપંક્તિ ઉચ્ચારી. સભાગૃહમાં તેના શબ્દો ગુંજી ઊઠ્યા. વિદ્વાનો બોલી ઊઠ્યા સાવ નવતર પંક્તિઓ' વરુચિ અને સૌનો વિશ્વાસ હતો કે વિજ્યમાળા વરચિને વરશે.
મહાઅમાત્યે યક્ષાને સંકેત કર્યો. અને યક્ષા હ્રસ્વદીર્ઘના ઉચ્ચારભંગરહિત સુસ્પષ્ટ આખી શ્લોકપંક્તિ શાંતિથી બોલી ગઈ. એ પછી બીજી, ત્રીજી એમ સાતે પુત્રીઓ જરા પણ ક્ષતિ વગર શ્લોકપંક્તિઓ બોલી ગઈ.
સભા સ્તબ્ધ હતી. વચિ ક્ષોભ પામ્યો. મહારાજા વિસ્મિત હતા છતાં સત્યાસત્યનો નિર્ણય કરવા તેમણે કહ્યું : પંડિતવર્ય બીજી નવીન રચના સંભળાવો'
આ વખતે વરરુચિએ ઉતાવળ ન કરી. ધીરજપૂર્વક પહેલાં કરતાં પણ ક્લિષ્ટ, ગૂઢાર્થવાળી પંક્તિ ઉચ્ચારી.
પંડિતજનોને લાગ્યું કે હવે વિજય વરુચિનો છે. પરંતુ પહેલાંની જેમ જ શાંતચિત્તે પૂર્ણ શુદ્ધતાથી યક્ષાએ બ્લોકનો ઉચ્ચાર કર્યો. પછી બીજી ત્રીજીએ તો તેના અર્થ પણ કર્યાં. વળી ત્રીજી વારની તક, પરંતુ હા૨ ૫૨ હાર મળતાં. વરરુચિને મહાઅમાત્ય તેના વેરી લાગ્યા. તેમની સ્પર્ધામાં તો હતો, તેમાં વે૨ ઉમેરાયું. અંતરમાં રહેલી મહાઅમાત્યને દૂર કરવાની ઝંખના તીવ્ર બની.
રાજસભામાં કાવ્યરસિકતાની લહેર જામી હતી. વળી મહારાજાને એ પણ જણાવ્યું હતું કે મગધના સમ્રાટ રણશૂર, તેવા દાનશૂર પણ છે. આવા જામેલા રંગમાં મહામંત્રીએ ભંગ પાડ્યો તેનું મહારાજને દુઃખ થયું. અને એમ પણ લાગ્યું, રાજસભામાં પોતે માનભંગ થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org