________________
સંયમવી૨ સ્થૂલિભદ્ર ૦ ૪૯ હતા. આ કારણે તેમના મનમાં મહામંત્રી પ્રત્યે કંઈક અભાવ થયો. સભા શાંત થઈ, સૌ સાતે પુત્રીઓની પ્રશંસા કરતાં હતાં. કોઈ કહેતું પણ સ્થૂલિભદ્ર તો આ સૌને ટપી જાય.
“સ્થૂલિભદ્ર.”
શબ્દ મહાઅમાત્યને કાને પડ્યો, તેની સ્મૃતિમાં એક ડંખ પેદા થયો. સભામાં મળેલા પુત્રીઓના વિજય ૫૨ એ ડંખ ખેંચી ઊઠ્યો. મહાઅમાત્યના મુખ પર કોઈ અકળ વેદના હતી. રાજસભા શાંતિથી વીખરાઈ ગઈ. સૌ સ્વસ્થાને ગયાં. મહામંત્રી પોતાના પ્રાસાદે પહોંચ્યા.
આજે મહામંત્રીને નિદ્રા નથી આવતી. મધરાત્રિએ પુત્રીઓના ખંડમાં જવાનું અયુક્ત કાર્ય તેમણે ક્યારેક કર્યું નથી, પરંતુ આજે તેમનું હૃદય ઘણા ભારથી દબાયેલું હતું. પુત્રીઓનો ખંડ સ્ત્રી સુલભ કળાઓથી સુશોભિત હતો.
મહામંત્રી ખંડના ખૂણે બેઠેલી યક્ષાની પાસે જઈ ઊભા રહ્યા ધીમેથી બોલ્યા “ધ્યક્ષા બેટા !”
6
“કોણ પિતાજી ?”’ તે આશ્ચર્ય પામી. તેના અવાજથી છએ પુત્રીઓ પણ જાગી ઊઠી. આટલી જલ્દી જાગી ઊઠેલી પુત્રીઓને પિતા પૂછી બેઠા. “મધરાતે નિરાંતે ઊંઘ માણવા જેવી તમારી વય છે. છતાં આટલી જલ્દી જાગી ઊઠી, શું કંઈ ચિંતા છે ?' વળી યક્ષા તો જાગતી જ હતી.
પિતા-પુત્રીનો સંવાદ
પિતાજી તમારા જેવા સમર્થ શિરછત્ર છે, સ્નેહાળ ભાઈ છે પછી શી ચિંતા હોય ? પરંતુ ક્યારેક મોટાભાઈની યાદ અજંપો પેદા કરાવે છે. તેમાં પણ કાલના કાવ્યસભાના પ્રસંગે વિમાસણ પેદા કરી છે ! “શા માટે ?” મંત્રીરાજે વિરામાસને બેસતાં પૂછ્યું.
પિતાજી કવિવર વરુચિ નવીન કાવ્યો માટે સાચા હતા. અમે આપની આજ્ઞાને વશ વર્તી ફક્ત અમારી સ્મૃતિની શક્તિના આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org