________________
૫૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર શુદ્ધ ઉચ્ચાર કર્યા હતા, એ દંભ હતો એવું લાગવાથી મનમાં છૂપી વેદના થઈ આવે છે કે અમારી વિદ્યાનો આવો રાજકારણી મલિન ઉપયોગ થવાનો? તે પણ પિતાજીના સ્વહસ્તે ? સરસ્વતીમાને શાસ્ત્રને બદલે શસ્ત્ર બનાવવું ?” યક્ષા શાંત થઈ.
યક્ષા તમારા જેવી નીતિસંપન્ન, સત્યનિષ્ઠા ધરાવતી પુત્રીઓના પિતા તરીકે મને ગૌરવ છે. તમે એમ ના માનશો કે તમારી વિદ્યાનો દુરુપયોગ કર્યો છે, પણ તેનો ઉપયોગ થયો છે. મગધને માટે સર્વસ્વ અર્પણ આપણા કુટુંબનું ભૂષણ છે. તે પ્રાણાંતે પણ જળવાશે.”
પુત્રીઓ કાવ્યકળાના નિમિત્તે મગધની પ્રજા કે રાજા વિલાસી, વિદ્વેષી પ્રમાદી કે લાલચી ન બને તે જોવાની મારી ફરજ છે. નંદરાજ ચક્રવર્તી થયા છે પણ સાથે શત્રુઓ પણ મળ્યા છે. તેઓને સત્તા ગયાનું દર્દ છે. તક મળતાં તે સૌ મગધને નષ્ટભ્રષ્ટ કરવા તૈયાર થવાના. માટે મગધને કેવળ કવિઓ વિદ્વાનોની જરૂર નથી. તેની સાથે સંયમી જીવન ગાળનારા, વિલાસને ક્ષણભંગુર સમજનારા વીર યોદ્ધાની પણ જરૂર છે.”
મગધના સ્વામીની રાજસભામાં ભલે કાવ્યધોધ વહેતો રહે, તેઓ સદા કાર્યરત હોવા જોઈએ. એટલે કળા અને પરાક્રમનો મેળ યથાસ્થાને હોવો જોઈએ. સંસ્કાર-સાહિત્યની જેટલી જરૂર છે તેટલી રાજ્યને પરાક્રમી વીરોની જરૂર છે. મેં જ એ વિદ્વાનોને, કાવ્યરસિકોને અહીં આપ્યા છે. પરંતુ એ શોખ હોય, કેફ કે નશા ખાતર નહિ.”
યક્ષા હવે તારા હૃદયમાં શલ્ય નથી ને !” ” “ના પિતાજી, તમે યોગ્ય જ કર્યું છે.”
ભક્ષા જેવાં સંતાનોનો શિરછત્ર જેમ પિતા છે તેમ પિતાનો વિસામો સંતાનો છે. મારી સંતતિનું મૃત્યુ મને જેટલું બેચેન ન બનાવે તેટલું તેનું અધ:પતન મને દુઃખદાયક લાગે છે. મારે નિવૃત્તિ લેવી છે પણ આ રાજસેવા, મગધના સ્વામીની સેવા લલચામણી છે. હું નિવૃત્ત થઈ ગુરુદેવના ચરણને સેવવા ચાહું છું. પણ મગધના સ્વામી પ્રત્યેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org