________________
૨૪ ૦ સંયમવીર યૂલિભદ્ર તેને સંસારમાં રસ લેતો કરવા તથા પુત્ર શ્રીયક અને પુત્રીઓને પણ શિક્ષણ આપવા પોતે જ નાટક લખતા અને સૌને અભિનય શીખવતા.
મહામંત્રીએ કુળ પરંપરાના વડવાઓના સાહસની સ્મૃતિરૂપે એક નાટક લખેલું હતું. તેમના પ્રાસાદના ઉદ્યાનમાં તે ભજવવાનું આયોજન કર્યું હતું. તેમાં પોતાનાં સંતાનો, તેમના મિત્રો, અભિનય કરવાના હતા રૂપકોશાનો પણ એમાં સમાવેશ હતો.
નાટકનો મુખ્ય અભિગમ વડવાઓની રાજ્ય પ્રત્યેની વફાદારી અને પરાક્રમનો હતો. તેમાં મુખ્ય પાત્ર સ્થૂલિભદ્ર હતો. તે પાત્ર તેણે અદ્ભુત રીતે ભજવ્યું હતું. રાત્રિના બીજા પ્રહરે નાટક પૂરું થયું. સૌ સ્વસ્થાને જવા રવાના થયાં. ( નાટક પછી શું બન્યું ? )
નાટક પૂરું થતાં સૌ સ્વસ્થાને જવા નીકળ્યાં. સ્થૂલિભદ્ર એક નિર્જન માર્ગેથી જઈ રહ્યો હતો ત્યાં તેણે મધુર સ્વર સાંભળ્યો “ભદ્ર.' કોશા સ્થૂલિભદ્રને હવે ભદ્ર કહી બોલાવતી. સ્થૂલિભદ્ર અવાજ તરફ જોયું. કોઈ રૂપસુંદરી જાણે સ્વર્ગમાંથી ઊતરી આવી હોય ! તેનું મન પ્રસન્ન થયું. શું આ સ્વપ્નસુંદરી ગંગાને આરેથી ભૂલી પડીને ભેટવા આવી છે !
“કોણ કોશા ?”
હા ભદ્ર” “તમે નાટકનું પાત્ર સુંદર ભજવ્યું. ધન્યવાદ આપવા આવી છું.”
કોશાના ઘંટડી જેવા રણકારથી સ્થૂલિભદ્ર ડોલી ઊઠ્યો. વળી કોશાનો પૂરો દેહ જ સૌંદર્યથી ભરપૂર હતો. વાતો કરતી કોશા સ્થૂલિભદ્રની નજીક જતી. સ્થૂલિભદ્ર થોડો દૂર ખસતો, કારણ કે તેમનો પરિચય પિતાની ચકોર દૃષ્ટિથી છાનો ન રહે તેમ તે માનતો.
પિતાએ સ્થૂલિભદ્રને વારંવાર ચેતવણી આપી હતી કે યુવાનીમાં સંયમ અને શીલનો આદર્શ પાળવો. તેથી કોઇના પરિચયમાં તે મૂંઝાતો, પરંતુ કોશા તેને મળવાની તક હંમેશાં શોધતી. વળી કોશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org