________________
સંયમવીર ચૂલિભદ્ર ૦ ૨૫ એમ ભય પામી ભાગે તેમ ન હતી. તેણે ભદ્રની દૃષ્ટિમાં સ્નેહનો સંચાર જોયો હતો. તે કુમારની વધુ નજીક જઈને તેનો હાથ પકડીને તેની સામે નજર પરોવીને બોલી કે
ભદ્ર અને કોશા હવે જુદાં થવાનાં નથી.” કોશા તેની તદ્દન નજીક ઊભી હતી. સ્થૂલિભદ્રે કહ્યું “કોશા નાટક ભજવવું અને તે આદર્શોને જીવવા તે બંનેમાં અંતર છે. પિતા કર્તવ્યમૂર્તિ છે. તેમના આદર્શો અનોખા છે તેઓ સંયમ-શીલ-પાલનના આગ્રહી છે. આમ છતાં યૂલિભદ્રનું અંતર તો કોશા પ્રત્યે ઝૂકી ગયું હતું. તેને લાગતું કે કોશા મારી મનોમૂર્તિ છે.
શું કરવું ? ધર્મશીલ પિતાનો ત્યાગ કરવો કે સ્વપ્નમૂર્તિ કોશાનો? ભદ્ર ભારે મૂંઝવણમાં હતો.
કોશા: “ભદ્ર હું તો જીવનને નાટક માનું છું. તેમાં કશું નક્કી નથી હોતું. માનવ ધારે કંઈ અને થાય કંઈ.”
અઢાર વર્ષનો યુવાન ભદ્ર હજી પોતાની અધ્યાત્મ રુચિ અને પિતાના આદર્શથી રંગાયેલો હતો. તેણે કહ્યું “કોશા પિતાની આજ્ઞા છે કે આપણે અન્યોન્ય મળવું નહિ. સદાકાળ માટે જુદાં જ રહેવું; કારણ કે આપણા આ સમાગમમાં પિતાજી પાપ માને છે.
આ શબ્દો સાંભળતાં જ કોશાના અવાજમાં ઉગ્રતા આવી ગઈ. શું પાપ !” “તારી માતા રાજનર્તકી છે એટલે તારું કુળ હીણું છે.”
કોશા : “મહામંત્રી તો પરમશ્રાવક છે તે પણ આવી માન્યતા ધરાવે છે. જેનું રાજ અને સમાજ સન્માન કરે તે કુળ હીણું? કોઈ કુમાર કન્યાના નિર્મળ સ્નેહને પાપ માની શકાય ?
કુમાર એમ વિચાર કે આપણી જોડી કેવી લાગશે! ઈંદ્ર ઇંદ્રાણીને પણ લોકો ભૂલી જશે ત્યારે કુળની માન્યતાઓ વ્યર્થ થશે.
ભદ્ર! તું આ વૃદ્ધોની વિચિત્ર માન્યતાઓને છોડી દે. તેમણે જુવાની કેવી વિતાવી હતી તે તેઓ ભૂલી જાય છે. વળી અમને હીણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org