________________
૨૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર કુળની ગણનાર મહામાત્ય હીણ કુળની સ્ત્રી-ગણિકા સાથે સંબંધ રાખનાર નંદરાજાઓની સેવા શા માટે કરે છે? અમારા કુળની સ્ત્રીઓએ તો રાજની સેવા માટે કૌમાર્ય સ્વીકાર્યું છે. અનેક રાજાઓના સંપર્કમાં આવવા છતાં કૌમાર્ય સાચવ્યું છે.
કોશાના શબ્દોમાં એક જાતની ઉત્કટતા આવી ગઈ. વળી ડહાપણનો ભંડાર હોય તેમ બોલી. “ભદ્ર ! સાચે જ પુરુષોમાં પરાક્રમ ગમે તેટલું હોય પણ બુદ્ધિ તો અપરિપક્વ હોય છે.”
કોશાના રૂપમાં, વાણીમાં, શરીરમાં એવું માધુર્ય હતું કે યોગી પણ વશ થઈ જાય. ભદ્ર સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. તેનું હૈયું તો હિલોળે ચડ્યું હતું.
“મારા ભદ્ર! તારું પૌરુષ, તેમાંય કલા-કવિત્વ, વળી આવા રૂપાળા કુમાર સાથે સૌંદર્યવાન કોશાની જોડી બને તે કેવો સુભગ યોગ છે. તેમાં તમારા પિતાએ જોયેલું પાપ હશે તો તે પણ દૂર થઈ જશે. નિર્વાજ પ્રેમમાં એ પાપ ધોવાની તાકાત છે.”
ભદ્ર કોશાના શબ્દેશબ્દના માધુર્યને પી રહ્યો હતો. છતાં મનમાં એક વાત ઘૂંટાતી હતી, મારા અધ્યાત્મભાવનું શું ? પિતા આ પરિચયને પાપ માને છે.
કોશાના પ્રત્યેક વચને ભદ્ર મંત્રમુગ્ધ બની પીગળતો હતો તેમાંથી મહાશ્રમે બહાર નીકળીને બોલ્યો.
“કોશા મને તો તારો સમાગમ પ્રિય છે પરંતુ પિતાજી કહેતા હતા કે તું રાજાની રાજગણિકા. તે કોઈ એકને આધીન વર્તે નહિ. તારા રૂપલાવણ્યથી તું રાજા-મહારાજાઓને નમાવીશ. વળી તારે ગુપ્તચર બની યુદ્ધમાં કાર્ય કરવાનું છે.”
“ભદ્ર એ બધું ગમે તેમ હોય, એક વાર એ બધું ત્યજીને પણ મારા શુદ્ધ પ્રેમ વડે હું તને જ વરવાની. તો પછી મને સ્વીકારવાનો વાંધો શું છે !”
ભાવાવેશમાં આવીને કોશા બે હાથ વડે ભદ્રને વળગી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org