________________
૪૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
તેના અંતરદાહને શાંત કરનારા કોશાના મીઠા ગીતનો ધ્વનિ તેના કર્ણપટલને ભેદી રહ્યો. પુનઃ તે મોહક નિદ્રામાં સરી પડ્યો.
“કોયલડી ટહુકા કરે અંબ લહેકે રે લૂંબ યૂલિભદ્ર સુરતરુ સરિખો કોશા કણયર કબ
આવો વહાલા ધૂલિભદ્ર.” સ્વરોની દિશામાં તેણે દૃષ્ટિ કરી, કોશા તેની સામે જ વાજિંત્ર લઈ બેઠી હતી, જાણે સ્વરદેવી બની ગીતનું પુનરાવર્તન કરતી હતી. કંઠની મધુરતા રેલાતી હતી. તેના સ્વરગુંજનમાં ભદ્ર ખોવાઈ ગયો. ( કોશાનું પ્રેમર્પણ
કોશામાં સૌંદર્ય કરતાંય સવિશેષ ભદ્ર પ્રત્યેનું પ્રેમાર્પણ હતું. ભદ્રને જોતાં જ તે સ્વર્ગીય સુખને અનુભવતી. ભદ્રને રીઝવવો તે તેનો જીવનમંત્ર હતો. તેણે જોયું ભદ્ર કંઈક બેચેન છે, તેના કંઠમાધુર્યથી ભદ્રનો આત્મા પ્રસન્ન થઈ નાચી ઊઠ્યો. કોશા તો ગાતી જ રહી.
ધૂલિભદ્ર સુરતરુ સરિખો ને કોશા કણવર કબ.
આવો વહાલા યુલિભદ્ર.” ભદ્ર વળી વેદના ભૂલ્યો, પુનઃ વિલાસના રંગ મન પર છવાઈ ગયા. ભદ્ર-કો, વૃક્ષ-વેલી, આવી ઘણી ઉપમાઓ કોશાએ ગીતમાં ગાઈ.
ભદ્ર: “પરંતુ તે સર્વ ઉપમા સામે ભદ્ર કોશા અનન્ય. આપણી જુગલ જોડી પાસે સર્વ તુચ્છ” તે કોશાના ગીત સાથે તેના ઊર્મિભર્યા શબ્દો સાથે તેના દેહસૌદર્યમાં છુપાવેલું અમૃતપાન કરી રહ્યો હતો.
કોશાના સૌંદર્યનું રસપાન કરવા તેના ચરણે નમનારા ઘણા હતા. રથાધ્યક્ષ તો તરફડતો હતો. પણ કોશા કેવળ વાસના-વૈભવ નહોતી ઇચ્છતી પણ તેના કલારસમાં પૂર્તિ કરનાર, તેને જીવંત રાખનાર બધું જ ભદ્રમાં હતું.
કેવળ સૌંદર્યલોલુપ એ માનવો પાસે વૈભવ વિશદ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org