________________
સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૪૧ સામર્થ્યવાન હતા પણ કોશાને ભદ્ર જેવો ભવ્ય પુરુષ ખપતો હતો.
પ્રભાતે સ્થૂલિભદ્ર કરેલો માનસિક શોક, અંતરદાહ ગાયબ થઈ ગયો. તે ઊભો થયો. કોશાના સૌંદર્યને અમૃતની જેમ પી રહ્યો. કોશા પણ સ્થૂલિભદ્રને વરી ચૂકી. જીવનમાં અપાર વૈભવ માન વગેરે હતાં, પણ તેને આવા પુરુષની આકાંક્ષા હતી. તે સ્થૂલિભદ્રથી પુરાઈ હતી. હવે તેને કોઈ પુરુષની જરૂર જ ન હતી. તેના સહવાસ આડે આ વિશ્વની સઘળી સંપત્તિ મળે તો પણ તુચ્છ હતી. મન વચન કાયા સૌને તેણે ભદ્રને અધીન કર્યા હતાં. તેમાં તેણે પરમ સંતોષ માણ્યો. ( કોશાનો પદગૌરવનો ત્યાગ છે
ગાંધારના વિજય પછી સર્વના માનસન્માન માટે રાજસભા ભરાવાની હતી. સ્થૂલિભદ્ર અને કોશાને એમાં હાજર રહેવાનું હતું. કોશાએ એની યાદ આપી, અને યૂલિભદ્રનું મુખ નિસ્તેજ થઈ ગયું. હવે કયે મોઢે એ પિતાની સમક્ષ હાજર થાય? કે સંસારમાં ઊજળા મુખે હરેફરે? સમાજની સામે કેવી રીતે ઊભો રહે?
કુશળ કોશા તેના મુખના ભાવ ઉપરથી તેની અંતર્ સ્થિતિ જાણી ગઈ. તેણે તરત જ કહ્યું: “પ્રિયે તમે અહીં જ રહો, સ્નાનાદિથી તૈયાર થાવ હું રાજસભામાંથી તરત જ આવું છું.'
કોશા યુક્ત સજાવટ અને સાલસામાન સાથે રાજસભામાં પહોંચી. તેના કર્ણમધુર ગાનથી સભાનો પ્રારંભ થવાનો હતો. કોશાએ પૂરા દિલદિમાગથી મધુર સ્વર છેડ્યા. સભામાં સૌ મુગ્ધ થઈ સ્વરને માણી રહ્યા હતા. કોશાનું આખરી નૃત્ય પણ પૂર્ણ થયું.
મહારાજાએ પ્રથમ મહામંત્રીને “સમરકેસરી'નું બિરુદ આપ્યું. પછીનો ક્રમ હતો લઘુમંત્રી યૂલિભદ્રનો, પણ સ્થૂલિભદ્ર ક્યાં ! તે ક્યાંય દેખાયો નહિ કે પછી માનસન્માનનો ક્રમ આગળ ચાલ્યો.
ત્યારપછી મહારાજા નંદે સ્વયં કોશા પ્રત્યે અતિ આદરથી ઇચ્છિત માંગવાનું કહ્યું. કોશા ઊભી થઈ મહારાજને પ્રણામ કરી બોલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org