________________
૪૨ ૦ સંયમવર યૂલિભદ્રા
“મહારાજ એક જ વર માંગું છું આપ આપશો ને ? “અવશ્ય.”
જો આપ મને ઇચ્છિત આપો તો મને રાજગણિકાના પદગૌરવથી મુક્ત કરો.”
“કેમ ? તને કંઈ મનદુઃખ થયું છે ?”
“ના મહારાજા, આપની કૃપાથી મને કોઈ વાતની કમી નથી. રાજસેવા તો મારો કુળધર્મ છે.”
કોશા તું આ રાજસભાની શોભા છું. છતાં તારા ઇચ્છિત પ્રમાણે તને રાજસેવાથી મુક્ત કરું છું.”
રાજસભા વિસર્જન થઈ. સૌ સ્વસ્થાને ગયાં.
મહામંત્રીના ચિત્તમાં સ્થૂલિભદ્ર ક્યાં એ મગધેશ્વરનો સ્વર ગુંજી રહ્યો હતો. વિચારમગ્ન દશામાં તેઓ પોતાના પ્રાસાદ તરફ જતાં મંત્રીશ્વરે માર્ગમાં જતી કોશાને પૂછ્યું :
સ્થૂલિભદ્ર ક્યાં છે ?”
મારી ચિત્રશાળામાં છે. તેમણે મને સ્વીકારી લીધી છે, મેં રાગણિકાનું પદ ત્યજી તેને સ્વીકારી લીધો છે.” કોશા ડરતાં ડરતાં શીઘ્રતાથી આટલું બોલી ગઈ.
“કોશા તું જાણે છે તેં કેવું અપકૃત્ય કર્યું છે ?” મંત્રીના શબ્દોમાં આગ વરસતી હતી.
“મંત્રીશ્વર નિરૂપાય હતી. અમારા પૂર્વજન્મના ઋણાનુબંધ જ એવા છે. આપ અમને બાળી શકશો પણ અલગ નહિ કરી શકો. એટલે તમારી ગરીબ પુત્રીને સ્વીકારવી, અમને બાળવા કે જિવાડવાં તમારી ઇચ્છાને આધીન છે.”
આમ કહી કોશા નમીને ઊભી રહી તેના અંતરમાં પડેલી કોઈ ખાનદાની તેને ઉચ્ચ કુળવધૂ થવા, ઉચ્ચ માતૃપદ માટે ખેંચતી હતી એટલે અતિ નમ્રતાથી મગધસમ્રાટ સિવાય કોઈને નહિ ઝૂકેલી કોશા મહામંત્રી રાજને મૂકીને ઊભી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org