________________
સંયમવીર સ્થૂલિભદ્ર - ૪૩ પણ રે ! સમાજનાં બંધન, કુળના આદર્શને મંત્રીરાજ કેવી રીતે ગૌણ કરે ? મંત્રી રાજના નેત્રોમાં કોપ વરસતો હતો, તેઓએ શિબિકાને ત્વરાથી આગળ લેવા કહ્યું.
કોશા પણ પોતાને આવાસે પહોંચી. રાજગણિકાના કાર્યનો ભાર ઊતર્યા પછી, કોશાને હળવાશ લાગતી હતી. પરંતુ મંત્રીરાજના કોપના ભારને કેમ સહેવો તેની મૂંઝવણ હતી.
આમ કોશા અને ભદ્રનું પ્રેમસેવન પણ કુળની હીનતાને કારણે વિનયુક્ત હતું. મંત્રીરાજ પણ વ્યથિત હતા. જગતમાં જીવોના ઋણાનુબંધમાં કેવી વ્યથા હોય છે? નથી છોડાતું નથી રહેવાતું. સંસારના સંઘર્ષને સેવનારાઓની દશા દયાજનક હોય છે. ( મગધેશ્વરનો અજોડ રાજવૈભવ)
ભારતવર્ષમાં મગધસમ્રાટ ધનનંદ મહામુત્સદ્દી, પરાક્રમી તરીકે અજોડ વ્યક્તિત્વ ધરાવતા હતા. જેવો વૈભવ હતો તેવું વીરત્વ હતું. તેમાં કલારસિકતા તેમનો પ્રાણ હતી. માનવલોકમાં અતિ સુખ પદ ચક્રવર્તી મનાય છે, તેવું મગધેશ્વર વિષે મનાતું. તેઓ ભારતવર્ષમાં એક છત્રી રાજ્ય ધરાવનાર હતા.
મગધસમ્રાટના અતિ વિશાળ પ્રાસાદને ફરતા સાત કોટ હતા. પૂરો વિસ્તાર અતિ રમણીય હતો. દરેક કોટનો ચોવીસ કલાક સખત ચોકીપહેરો રહેતો. સેંકડો સશસ્ત્ર સૈનિકોથી રાજપ્રાસાદ રક્ષિત હતો. એ દરેક સૈનિકો મગધેશ્વર માટે શિર આપે તેવા વફાદાર અને પરાક્રમી હતા. તે સર્વના ઉપર મહાસેનાપતિ વિમલસેન હતા. આ રાજપ્રાસાદમાં વગર રજાએ ચકલું પણ ફરકવાની હિંમત કરતું નહિ, કેવળ મહાઅમાત્ય જેવા તદ્દન અંગત વિશ્વાસુ માનવોને અહીં પ્રવેશ મળતો.
રાજપ્રાસાદ ઉત્તમકોટિના આરસમાંથી બનેલો હતો. તે ઉપરાંત તેમાં અવનવી શોભા ધરાવતા સુવર્ણની કલાકારીગરી તો દરેક દીવાલોને શોભાવતી હતી. મગધશ્વરનો હિરણ્યકોષ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતો. અતિ વિશાળ રાજપ્રાસાદમાં સેંકડો સૈનિકો, સેંકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org