________________
જ • સંયમવીર સ્થૂલિભદ્ર દાસદાસીઓ, સેંકડો ચોકીદારોની ઉપસ્થિતિ છતાં વાતાવરણ શાંત અને શિસ્તબદ્ધ રહેતું. ક્યાંય શોક સંતાપ નહિ, મગધેશ્વરની સુખસમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી.
મહાપ્રતિહાર વિમલસેન ખુલ્લી તલવારે મગધેશ્વરની બેઠક નજીક હાજર રહેતો. તેની વફાદારી શિરસાવંદ્ય હતી. આમ મગધેશ્વરનું રાજકીય જીવન ઝળકી રહ્યું હતું. અંતઃપુર પણ સંતોષજનક હતું. તેમાં પણ મહાઅમાત્ય શકટાલની એકેશ્વરી સમર્પણતા તે તેમના સમ્રાટપણામાં અતિ સહાયક હતી, તે તેઓ જાણતા હતા, તેથી તેઓ મહામંત્રી પ્રત્યે અતિ આદર ધરાવતા. મહામંત્રીના રાજકીય મંતવ્યોને તે વિશ્વાસપાત્ર માનતા. મગધના સામ્રાજ્યને સ્થિર કરવામાં મહામંત્રીની વિશેષતા હતી તે પણ જાણતા હતા. પાટલીપુત્રમાં કાવ્યરસની રેલી,
મંદિરની ટોચે કળશ દીપે તેમ ગાંધાર રાજ્યની શૌર્યભરી જીત મેળવીને ત્યાંથી લાવેલા માનવંતા ત્રણ વિદ્વાનોથી રાજ્યસભા અતિ શોભાયમાન થઈ હતી. ત્રણેને યોગ્ય ઉત્તમ કાર્યોની જવાબદારી સોંપાઈ હતી. તેમાં પણ શ્રેષ્ઠ કવિ વરરુચિ તો નવાં નવાં કાવ્યો રચી મહારાજાની કાવ્યરસિકતાને સંતોષ આપતા. ઉદાર મગધેશ્વર તેમની વિદ્વતાની પૂરી કદર કરતા અને સોનામહોરોની વર્ષા થતી. આથી તેમની મહત્ત્વાકાંક્ષા વૃદ્ધિ પામતી. - તક્ષશિલાના ત્રણ મહાન વિદ્વાનો મગધ સામ્રાજ્યના આશ્રયે રહ્યા હતા. તેમાં ભગવાન પાણિનિ સર્વ વિષયોમાં નિપુણ છતાં વ્યાકરણશાસ્ત્રમાં તે અજોડ છે. તેઓ સ્વયં વ્યાકરણકાર હતા. સર્વ શાસ્ત્રોના નિચોડને તેઓ વ્યાકરણમાં આકાર આપતા હતા. મહદ્દઅંશે . અલિપ્ત રહેતા.
ગાંધારમાં રાજ્યાશ્રય લીધા પછી પણ તેઓ પોતાના જ વિષયમાં લીન રહેતા. ન જ છૂટકે તેઓ રાજસભામાં આવતા વાદવિવાદમાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org