________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૪૫ ભાગ લેતા જ નહિ.
વિષ્ણુગુપ્ત ચાણક્ય મહાકુશળ અને વિચક્ષણ છે. તેઓ શસ્ત્રવિદ્યા, શાસ્ત્રવિદ્યા અને અસ્ત્રકળામાં નિપુણ હતા. પરંતુ તેઓ ભારે સ્વમાની, તેઓ સ્વયં કોઈના સંપર્કમાં આવતા નહિ. અન્ય વિદ્યાર્થીઓ પણ તેમના સાનિધ્યથી દૂર રહેતા. રાજસભામાં તેમનું સ્થાન મહત્ત્વનું હતું. તેઓ સૌને શિસ્તબદ્ધ રાખી શકતા. મહાઅમાત્ય સાથે તેમની નિકટતા હતી.
વરરુચિ મહાન વિદ્વાન હતા. સાથે સાથે શાસ્ત્રોના ટીકાકાર અને સફળ શિક્ષણકાર હતા. તેમાં પણ શીઘ્ર કવિત્વ એ તેમની સ્વયં સિદ્ધિ હતી. કાવ્યરચનામાં અજોડ તેવા જ કથાકાર હતા.
બંને વિદ્વાનોથી વરરુચિ કંઈ જુદા જ તરવરતા. રાજ્યાશ્રય મેળવ્યા પછી મહારાજા નંદના તે પ્રિયપાત્ર હતા. ગુરુવર્ય પણ તેમને માન આપતા. તેમની સૌંદર્યવતી પુત્રી ઉપકોશા વરરુચિ પ્રત્યે સદ્દભાવ રાખતી તેમને મળવામાં આનંદ માનતી. વરરુચિ રોજ ગુરુવંદન માટે જતા, ઉપકોશાને મળતા, પરિણામે પરિચય વૃદ્ધિ પામ્યો હતો.
ભારતવર્ષમાં મહારાજા ધનનંદની એકછત્રી આણ વર્તાતી હતી. મહાઅમાત્ય રાજ્યસીમાડા સંભાળતા હતા. આથી મગધેશ્વર રાજસભામાં કાવ્યસભાનું આયોજન કરી યુદ્ધના ભારને હળવો કરતા હતા. રાજા પ્રજા સૌ હવે કાવ્યકિલ્લોલમાં પ્રવૃત્ત હતાં. ( વિદ્વાન કવિ વરરુચિની અદભુત કાવ્યરચના )
નંદ મહારાજની ચક્રવર્તીપણે દૂર સુદૂર પ્રસિદ્ધિ હતી. શ્રેષ્ઠ કવિ વરરુચિની વિદ્વત્તાથી મગધની સાહિત્યસભા મહાન આકર્ષણનું સ્થાન બની હતી. નંદ રાજા હિરણ્યકોષ માટે જાણીતા હતા. તે મેળવવા કવિઓ સાક્ષરો દૂરથી દોડી આવતા હતા. પાટલીપુત્રમાં ઘરે ઘરે નાદબ્રહ્મની અને કાવ્યદેવીની ઉપાસના શરૂ થઈ હતી. વળી એ દિવસોમાં યુદ્ધના મોરચે વિરામ હતો. એટલે પાટલીપુત્રની શેરીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org