________________
૪૬ • સંયમવીર સ્થૂલિભદ્ર કાવ્ય, સાહિત્ય, સંગીત, નર્તન યોગ ક્રિયાઓ તથા શૃંગારરસોથી ગુંજતી હતી.
એક માત્ર મહામંત્રી ચિંતિત હતા. વિચારતા હતા કે પ્રજાના પરાક્રમ અને વીરરસનું શું? આ સાહિત્યસભાનો પ્રાણ વરરુચિ હતો, તે ખૂબ મહત્ત્વાકાંક્ષી હતો. તે વિચારતો કે એક વખતના બ્રાહ્મણ કવિ શકટાલ મહામંત્રી થયા તો હું વિદ્વાન મહામંત્રી કેમ ન થઈ શકું? મહાપદવીધર બનવાની તેની મહત્ત્વાકાંક્ષાનો વિશેષ ઉદ્દેશ ગુરુપુત્રી ઉપકોશાને મેળવવાનું આકર્ષણ હતું.
આજે તો શેરીએ શેરીએ પડહ વાગી રહ્યો હતો. સાહિત્યસભામાં વિદ્વાન વરરુચિ ૧૦૮ શ્લોકની નવરચના કરશે. મહારાજા શ્લોકે શ્લોકે સુવર્ણમુદ્રા અર્પણ કરશે. આજે સાહિત્યસભાની શોભા અપૂર્વ હતી. આ સભામાં મહામંત્રી તેમની પુત્રીઓ, રાજાઓ, શ્રેષ્ઠિઓ, દેશવિદેશથી આવેલી ગણિકાઓ હાજર હતાં.
એક એક શ્લોકની નવરચનામાં વરરુચિની જિદ્દામાંથી ફૂલ ખરતાં, કે જાણે મોતીનો વરસાદ વરસતો તેની કલ્પના જ આશ્ચર્યજનક હતી. કાવ્યરસિક મહારાજ અતિ પ્રસન્ન હતા. એક શ્લોક રજૂ થતો અને એક સુવર્ણમુદ્રા અર્પણ થતી. વળી મહારાજે કહ્યું :
હે વિદ્ધદવર જે જોઈએ તે માંગી લો.”
વરરુચિ મહારાજને મસ્તક નમાવી ઊભા થઈ કંઈ કહેવા જતા હતા ત્યાં મહાઅમાત્ય શકટાલ ધીરેથી ઊભા થયા. સભાગૃહના મધ્યમાં આવી મહારાજને મસ્તક નમાવી બોલ્યા :
દેવ કંઈક નિવેદન કરવાની આજ્ઞા આપો.” - વિદ્વતસભામાં મહામંત્રીનું નિવેદન
સૌને લાગ્યું રંગમાં ભંગ
કિન્તુ મંત્રીરાજ પળવાર થોભી જાઓ, મને વિદ્વતાની કદર કરવા દો. દુનિયાને જાણવા દો કે મહારાજા નંદ કાવ્ય, વિદ્યાદેવીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org