________________
૧૮ • સંયમવીર સ્થૂલિભદ્ર પર અલંકારોથી પૂર્ણ સજ્જ થઈ બિરાજમાન હતાં. મહામંત્રી શકટાલ તેમની તદ્દન નજીકના સિંહાસન પર બિરાજેલા હતા. સ્થૂલિભદ્ર અને ભાઈબહેનો પણ ઉપસ્થિત હતાં.
અતિ શોભાયમાન રાજસભાના સ્વર્ગીય શોભા ધરાવતા રંગમંચ પર વાજિંત્રોના સૂરોથી શુભ પ્રારંભ થયો. હજારો માનવોની દૃષ્ટિ રંગમંચ પર મંડાયેલી હતી. પડદો ઊંચકાયો અને એ સ્વર્ગીય શોભાયુક્ત રંગમંચ પર આકાશમાંથી અપ્સરા ઊતરી આવે તેમ રૂપકોશા પ્રગટ થઈ. મગધેશ્વરને પ્રણામ કર્યા. મગધેશ્વર અતિ વાત્સલ્યભાવે રૂપકોશાને નિહાળીને પ્રસન્ન થયા. ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ પણ તાળીઓના ગુંજનથી રૂપકોશાને વધાવી.
પ્રારંભનું માંગલિક નૃત્ય પૂરું થયું. પછી અનેક પ્રકારના દૈવી રૂપકના નૃત્યની કલા પ્રગટ થતી રહી. સૌની આંખમાં અને મુખમાં એક જ ભાવ વ્યક્ત થયો – અદ્દભુત. સૌને લાગ્યું કે મા કરતાં દીકરી રૂપમાં અને નૃત્યકલામાં અજોડ છે.
આખરી નૃત્યમાં રૂપકોશાએ પાતળી રેશમની દોરી પર અનેક પ્રકારના અભિનય કર્યા. સૌ સ્તબ્ધ થઈ જોઈ રહ્યા હતા, આ ચિત્ર છે કે સાચી રૂપકોશા નૃત્ય કરે છે ? તેમાં પણ જ્યારે તેણે રેશમના પાતળા દોર પર શીઘ્રગતિ પકડી ત્યારે સૌની આંખોની પલક પણ અટકી ગઈ. સૌના દિલમાં ક્ષણિક ભયનો કંપ પણ થઈ આવ્યો. રૂપકોશા તો જાણે રેશમી પાતળી દોરી પર ફૂલની જેમ ગતિમાં વૃદ્ધિ કરી વિવિધ અભિનય કરીને કેવી રીતે દોર પરથી ઊતરી પડદામાં અદશ્ય થઈ તે પણ સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા.
સૌ રૂપકોશાને નિહાળતા હતા ત્યારે રૂપકોશાની દૃષ્ટિ સ્થૂલિભદ્રને શોધતી હતી. તેની દૃષ્ટિએ મહામંત્રીની બાજુમાં બેઠેલા સ્થૂલિભદ્રને શોધી કાઢ્યા અને સ્થૂલિભદ્રની દૃષ્ટિ તો તેના પર મંડાયેલી હતી. વૈરાગી યૂલિભદ્ર નૃત્ય અને નૃત્યાંગનાથી ઘણો પ્રભાવિત થયો. આમ આ પ્રસંગે તેની દૃષ્ટિમાં એક આકર્ષણ પેદા થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org