________________
સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૯ રાત્રિના ચાર પ્રહર સુધી નૃત્યકલાનો કાર્યક્રમ અવિરત ગતિએ ચાલ્યો. છેલ્લા નૃત્ય માટે સૌ એકી અવાજે બોલ્યા અભુત અભુત અભુત, અજોડ અજોડ અજોડ.
થોડી વાર સંગીતકારોએ વિવિધ મધુર નાદો રેલાવ્યા. રૂપકોશા વસ્ત્ર પરિવર્તન કરી રંગમંચ પર આવી. મગધેશ્વરને પ્રણામ કરી ઊભી રહી. ( કલાલક્ષ્મીનું પદગૌરવ પ્રદાન છે
મગધેશ્વરે પોતાના સ્વહસ્તે સોનાનો હીરાજડિત મુગટ પહેરાવી તેને ભારતવર્ષની અજોડ કલાલક્ષ્મીનું પદગૌરવ આપ્યું. મહારાણીએ હીરા જડેલા અલંકારોથી તેને વિભૂષિત કરી મસ્તકે હાથ મૂકી આશિષ આપ્યા.
મગધેશ્વરે કહ્યું “રૂપકોશા તારી નૃત્યકલા અદ્દભુત અને અજોડ છે. માંગી લે મનઈચ્છિત વરદાન.”
રૂપકોશાને તે સમયે કંઈક સંકોચ થયો છતાં તે ઝડપથી બોલી ગઈ, “પિતાતુલ્ય હે મહારાજા, આપની પ્રસન્નતા એ જ વરદાન છે. છતાં એક માંગણી કરું છું જ્યારે હું કોઈ જીવનસાથી શોધું ત્યારે તેને અપનાવવાની મને છૂટ આપજો.”
મગધેશ્વર વરદાનબદ્ધ હતા, રૂપકોશાની માંગણીથી આશ્ચર્ય પામ્યા પરંતુ તેમણે કહ્યું ભલે તારા મનવાંછિત પ્રમાણે થશે. મહારાણીએ પણ તેમાં સહર્ષ સંમતિ દર્શાવી. પોતાના હીરાજડિત બને વલય ભેટ આપ્યાં.
ત્યાર પછી હોદ્દા પ્રમાણે સૌએ રૂપકોશાનું અભિવાદન કર્યું. રૂપકોશાએ તે ઝીલ્યું પરંતુ તેનાં નયનો તો શોધતાં હતાં યૂલિભદ્રને. ( પ્રેમ-પ્રણયનો પ્રારંભ
આખરે સ્થૂલિભદ્ર પણ રૂપકોશાની સામે અભિવાદન માટે ઉપસ્થિત થયો. ચતુર છતાં રૂપકોશા જાણે મનોમન લજવાઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org