________________
૨૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર બંનેની દષ્ટિ મળી, બંનેના હૃદયમાં કંઈ ગૂઢ ભાવ ઊપજાવી ગયો.
આખરે મૌન છોડી સ્થૂલિભદ્ર રૂપકોશાને સ્નેહભર્યું અભિવાદન આપ્યું. “તમારી નૃત્યકલા અજોડ છે.” રૂપકોશાએ જવાબમાં જણાવ્યું “તમારી વીણાના સ્વરની કલાનો પણ લાભ મળશે ને ?”
જરૂર, દેવી તમે જ્યારે ઇચ્છશો ત્યારે હાજર થઈશ.”
અને રૂપકોશાને લાગ્યું કે પૂરો શરદોત્સવ સફળ થયો. નૃત્યકલાની સિદ્ધિઓ સાર્થક થઈ.
માતાજી, નૃત્યાચાર્ય, સંગીતકારો સૌ પ્રસન્ન પ્રસન્ન હતાં. તેમની પ્રસન્નતા રૂપકોશાના પદગૌરવ માટેની હતી. રૂપકોશાની પ્રસન્નતા સ્થૂલિભદ્ર સાથે સ્નેહભર્યા મિલનની હતી. શ્રમિત થયેલા સૌ પોતપોતાને સ્થાને પહોંચ્યા. રૂપકોશાને શ્રમ જણાતો ન હતો. તેનો શ્રમ સ્થૂલિભદ્રના એક “જરૂર ધ્વનિથી પલાયન થઈ ગયો હતો. પ્રભાત થવાનાં ચોઘડિયાં બજતાં હતાં. સૌ સ્વસ્થાને વિદાય થયાં.
આ શરદોત્સવમાં હાજર રહેલામાં કોઈ રાજકુમાર, કોઈ ધનાઢ્ય શ્રેષ્ઠિ, સુકેતુ રચાધ્યક્ષ મનમાં રૂપકોશાને પોતાની બનાવવાના મનોરથો સેવતા હતા. તેમને ક્યાં ખબર હતી તેમની આ મનોકામના ક્યારે પણ પૂરી થવાની નથી. રૂપકોશા હવે કોઈને પ્રાપ્ત થાય તેવી શક્યતા જ નથી.
શરદોત્સવ પૂરો થયો. સુનંદાએ કરેલા નિર્ણય પ્રમાણે તેણે નિવૃત્ત થઈ બુદ્ધના શરણે જવાની તૈયારી કરી.
રૂપકોશાએ માને ઘણી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો કે થોડો સમય રોકાઈ જાય પણ મા કહેતાં કે કાળનો ભરોસો ન રખાય વળી તારા પ્રત્યેની ફરજનું મારું કામ પૂર્ણ થયું છે. પ્રૌઢ પરિચારિકાઓ તને બરાબર સાચવશે. આમ રૂપકોશાને સમજાવી એક દિવસ સુનંદાએ પાટલીપુત્રથી વિદાય લીધી. ભગવાન બુદ્ધના માર્ગને શરણે સમર્પિત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org