________________
સંયમવીર યૂલિભદ્ર - ૨૧ ( પુનઃમિલન
રૂપકોશા પોતાની કલાસાધનામાં ગોઠવાઈ ગઈ. તેણે એક પ્રસંગ ગોઠવી ધૂલિભદ્રને આમંત્રણ મોકલ્યું. સ્થૂલિભદ્રને પણ રૂપકોશા પ્રત્યે કંઈક આકર્ષણ પેદા થયું હતું. તે પોતાની વીણા લઈને હાજર થયો.
સ્થૂલિભદ્રની આંગળીઓ વીણા પર મુક્તપણે ફરવા લાગી ત્યારે થતું કે ભાલા, તીરકામઠાં પકડનાર સ્થૂલિભદ્રની આ આંગળીઓ છે? રૂપકોશાનું નૃત્ય શરૂ થયું. સ્વરમાં નૃત્ય ભળી જતું અને નૃત્યમાં સ્વર ભળી જતા. સ્વરની અને નૃત્યની જેમ સ્થૂલિભદ્ર અને રૂપકોશાના હૃદય પણ ભળી જતા! રાત્રિના મધ્ય ભાગે સમારંભ પૂરો થયો. સ્થૂલિભદ્ર વિદાય થયા પણ તેમનું હૃદય રૂપકોશા પાસે મૂકતા ગયા ! અને રૂપકોશાનું તો જાણે સર્વસ્વ લેતા ગયા.
માતાની વિદાય પછી રૂપકોશાને એક મોટો સહારો મળી ગયો.
ત્યાર પછી કોઈ કોઈ પ્રસંગો શોધી રૂપકોશા સ્થૂલિભદ્રની નજીક આવવા પ્રયત્ન કરતી હતી. જોકે સ્થૂલિભદ્રમાં રૂપકોશાનું આકર્ષણ થવા છતાં હજી તેનામાં પડેલો પેલો વૈરાગનો સંસ્કાર સાવ બુઝાઈ ગયો ન હતો. તેના પિતાએ તેના લોહીમાં એક વાત વણાવી દીધી હતી કે રૂપકોશાનો પરિચય પાપ છે. પિતા કહેતા યુવાનીમાં સંયમ રાખી પરાક્રમ કરવાના હોય. તારે કુળ પરંપરાના મહામંત્રી પદને શોભાવવાનું છે.
આવી દ્વિધાજનિત પરિસ્થિતિને કારણે સ્થૂલિભદ્રને રૂપકોશા પ્રત્યે થયેલું પ્રેમજાનત આકર્ષણ કોઈ વાર અજંપો પેદા કરતું. અને મનને પાછું વાળવા વારંવાર વિચારતો. પણ રૂપકોશાના પૂરા અસ્તિત્વ પર તે એવો છવાઈ ગયો હતો કે રૂપકોશા તો તેને હવે છોડે તેમ નથી. તે તો માનતી સ્ત્રી-પુરુષનું અનઅપેક્ષિત સાહચર્ય, તેમાં પણ ઉત્તમ સંગીતકલાનું ઐક્ય હોય ત્યાં પાપ પલાયન થઈ જાય. એવા દિવ્ય જીવનમાં ભોગવિલાસ તો ગૌણ અંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org