________________
૨૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
માતાની વિદાય પછી તેના પ્રત્યે આકર્ષિત થયેલા મોટા રાજ્યના રાજકુમાર તેને મેળવવા પ્રયત્ન કરતા. કોઈ ધનશ્રેષ્ઠિએ પૂરી ધનરાશિ અર્પણ કરી રૂપકોશાને મેળવવા પ્રયત્ન કર્યો. પરંતુ રૂપકોશા માતા પાસેથી સંયમથી શિક્ષણ પામી હતી. તેનાથી વિશેષ તેના હૃદયમાં, રોમેરોમે સ્થૂલિભદ્ર વસી ગયા હતા. એટલે આ સૌને તેની આગળ તે તુચ્છ ગણી, થોડો આવકાર આપી વિદાય જ કરી દેતી.
રથાધ્યક્ષ રૂપકોશાનું સામ્રાજ્યમાં પદગૌરવ જાણતો હતો. એટલે તેને યોગ્ય તે અવસર શોધતો હતો કે કોઈ પ્રસંગે મગધેશ્વર કે મહામંત્રી પ્રસન્ન થાય ત્યારે રૂપકોશાની માંગણી કરવી. તેવી મનોકામના સેવતો બિચારો તે એકાકી જીવન જીવતો હતો.
સંસારની મોહનીય કેવી વિચિત્ર છે? માનવ એની જાળમાં ફસાઈને જીવનમાં વ્યર્થ ઉપાધિ ઊભી કરે છે. રૂપકોશાના રૂપ ઉપર કેટલી કહાણી ઊભી થઈ? ( મહામંત્રીનું વિરલ વ્યક્તિત્વ
સ્થૂલિભદ્ર સંસારના વ્યવહારિક જીવનમાં રસ લેતો થાય તેવા વિચારથી મહામંત્રી કલાવિદ્યાના પ્રયોજનથી તેને રૂપકોશા પાસે કલાવિદ્યા માટે જવા દેતા, ત્યારે સ્થૂલિભદ્ર જોકે અલિપ્ત રહેતો. રૂપકોશાના પદગૌરવ-પ્રદાન સમયે સ્થૂલિભદ્રમાં કંઈક આકર્ષણ થયું. નૃત્યકલામાં તેને કાવ્યની મધુરતા લાગી નૃત્ય ગમ્યું, નૃત્યાંગના ગમી. પ્રસંગોપાત મિલન થતાં પરિચય વૃદ્ધિ પામ્યો.
પ્રારંભમાં મહામંત્રી એમ માનતા કે સ્થૂલિભદ્ર સંયમના સંસ્કાર પામેલો છે એટલે વાંધો નહિ આવે. પોતે તે માટે સજાગ હતા.
સ્થૂલિભદ્રને સમજાવતા યૌવન સંયમ માટે છે. વળી રૂપકોશા સાથે નિકટનો પરિચય પાપ છે. માટે તેનાથી દૂર રહેવું. સ્થૂલિભદ્ર પણ એમ જ માનતો હતો.
ભાવિના ઋણાનુબંધ શું ખેલ ખેલશે તે સૌથી અજ્ઞાત હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org