________________
૬૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર વિશેષતા હતી. એ પ્રસંગ પછી તેના મનમાં મહામંત્રી સાથે વેરના ઝેરનું બીજ રોપાઈ ગયું. તેમાં વળી ઉપકોશાને મેળવવાના કોડમાં મહામંત્રીની ઝંખના તીવ્ર બની હતી. તેના મનમાં વિશ્વાસ હતો કે બ્રાહ્મણકુળના શકટાલ મહામંત્રીપદે આવે તો પોતે પણ તે પદ પ્રાપ્ત કેમ ન કરે! - વરરુચિને મહામંત્રીનું સામર્થ્ય અને પૂરા ભારતવર્ષમાં તાજ વગરના રાજાનું કેવું સ્થાન હતું તે જાણતો ન હતો. ઉપકોશાએ તેને ચેતવણી આપી હતી કે તમારો આ મનોરથ ફળવાની શક્યતા નથી. મહામંત્રીનું વ્યક્તિત્વ જ એવું અદ્વિતીય છે કે તેને આંબી જવું એટલે આકાશને આંબવા જેવું દુઃસાહસ છે. પરંતુ મહામંત્રી પદ મેળવવાના મનોરથને સેવતો વરરુચિ એ ગાંભીર્ય કળી ન શક્યો.
મહત્ત્વાકાંક્ષી વરરુચિ પોતાની મહામંત્રીપદની મહત્ત્વાકાંક્ષા પૂરી પાડવા કોણ સહાયક બને તે વિચારતો હતો. પોતે તો અન્ય દેશનો વતની હતો. આ દેશમાં તેને પોતાના સ્વજન જેવું કોઈ હતું નહિ. જોકે મગધેશ્વર સાથે કાવ્યકળાને કારણે નિકટતા થઈ હતી.
વરરુચિને યાદ આવ્યું કે રથાધ્યક્ષ સાથે કોઈ વાર મળવાનું થાય છે. તે મગધેશ્વરનો અંગત સેવક છે. મહારાજા તેના પર વિશ્વાસ ધરાવે છે. આમ વિચારી તેણે રથાધ્યક્ષ સાથે મિત્રતા કેળવવાનો વિચાર કર્યો.
જોકે ઉપકોશાએ વરરુચિને સમજાવ્યા હતા કે મહાઅમાત્યપદ મેળવવું અતિ કઠણ છે, મહાઅમાત્યની સ્પર્ધા એટલે સૂતેલા સર્પને છંછેડવો. છતાં મહાઅમાત્યની સ્પર્ધામાં તે ઊંડો ઊતરવા લાગ્યો.
દૂરંદેશી મહાઅમાત્યથી આ વાત કંઈ છૂપી ન રહે. પરંતુ તે ઉદારદિલ હતા. પ્રારંભમાં તો મહાઅમાત્ય વરરુચિના ગુરુસ્થાને હતા. તેથી તેમણે વિચાર્યું કે શત્રુ કરતાં શિષ્યથી પરાજય પામવો કંઈ ખોટું નથી અને તેમને વરરુચિમાં કંઈ એવું અયોગ્ય ન જણાયું, તેથી તેમણે તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું.
મહામંત્રીથી આ રહસ્ય છૂપું ન હતું. કાવ્યસભાની ઘટના નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org