________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૬૯ હતી, પરંતુ મગધપતિ ક્યારેય મારા પર અવિશ્વાસ ન ધરાવે, છતાં તેમણે ત્યારે ઉચ્ચાર્યું “મહામંત્રી હમણાં આ પ્રસંગે મને મારું કાર્ય કરી લેવા દો.” પછી વળી કહ્યું, “ટૂંકમાં પતાવો” આવો અવિશ્વાસ એ એક દુર્ઘટના જ હતી.
ક્યારેક મહામંત્રી કહેતા, “બેટા, યક્ષા ભૂતકાળ તો ઊજળો હતો પણ વર્તમાનનું વાતાવરણ જોતાં ભાવિ કંઈ વિચિત્ર ભાસે છે. પિતૃભક્ત ઉદાસીન એવો સ્થૂલિભદ્ર મારી બધી આશાઓ છિન્નભિન્ન કરી કોશા ગણિકાને ત્યાં જ રહી ગયો. મગધેશ્વરે નાની ઘટનાને મોટું રૂપ આપ્યું. ત્રણ વિદ્વાનોને હું જ અહીં લાવ્યો અને મારે જ વરરુચિને રોકવા પડ્યા.”
મંત્રીરાજના જીવનમાં આવી તો કેટલીયે રાતો અખંડ જાગવામાં જ ગઈ હતી. છતાં તે મહા ગંભીર અને અણનમ યોદ્ધાની જેમ સદા સ્વસ્થ રહેતા. ( વરરુચિ અને ઉપકોશાનું પુનઃમિલન )
રંગશાળાના ઉત્સવમાં રૂપકોશાનાં કળાકૌશલ્ય જોઈને વરચિમાં ઉપકોશાને પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા તીવ્ર બની. એક દિવસે ગંગાતટ પર વરરુચિ સંધ્યાસ્નાન માટે ગયા હતા. ત્યાં ઉપકોશ. ભેટી ગઈ. બંનેના ચિત્તમાં અન્યોન્ય આકર્ષણ તો હતું.
તે સમયે વરરુચિએ દૂરથી ગંગાના જળપ્રવાહમાં સોનાથી જડેલી ચમકતી નૌકા સરતી જોઈ. તેમાં સ્થૂલિભદ્ર અને રૂપકોશાને નિકટતાથી બેઠેલાં જોઈ તેણે કહ્યું “ઉપકોશા આપણે આવો નૌકાવિહાર કરવા ક્યારે ભાગ્યશાળી થઈશું?”
તું તો જાણે છે કે સ્થૂલિભદ્રને મેળવવા રૂપકોશાએ ભારતવર્ષનું કલાલક્ષ્મીના પદગૌરવનો ત્યાગ કર્યો, રાજ્ય તરફથી મળતા ધન સન્માનનો ત્યાગ કર્યો.”
વરરુચિ જાણતા હતા કે ઉપકોશાના મનમાં મહત્ત્વાકાંક્ષા છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org