________________
૭૦ ૦ સંયમવીર યૂલિભદ્ર પોતે શ્રેષ્ઠ પદગૌરવને પ્રાપ્ત કરે પછી ઉપકોશા તેને વરે. આથી તેણે રૂપકોશાના ત્યાગનો ઉપકોશાને સહેજે ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો.
ઉપકોશા : “હે વિદ્ધર્વર ! રૂપકોશાને સ્થૂલિભદ્ર જેવો ભવ્ય સમર્થ વિદ્વાન, કલારસિક જેવો અજોડ પુરુષ મળ્યો છે. આવો પુણ્યશાળી પુરુષ પ્રાપ્ત થવો દુર્લભ છે. રૂપકોશાનો ત્યાગ સાર્થક છે.”
વરચિનાં નસકોરાં ફૂલી ગયાં “ઊંહ, સ્થૂલિભદ્રમાં શું એવી વિશેષતા છે! વળી કોશા તો છેવટે એક ગણિકા જ ને ?”
તમે પાટલીપુત્ર રહ્યા, શાસ્ત્રો ભણ્યા પણ આવા રત્નોની પરખ ન આવડી. ભદ્ર-કોશાની જોડી અદ્વિતીય છે. ઇન્દ્ર-ઇન્દ્રાણી પણ ઝાંખાં પડે. શરદોત્સવમાં સ્વર અને નૃત્યનું જીવંત ઐક્ય તમે જોયું હતું. આવા અનુપમ સાથી મળવા દુર્લભ છે.” - વરરુચિને આ ચર્ચામાં રસ ન હતો. તેને તો ઉપકોશાના મનોભાવ જાણવા હતા. તેણે વાત ટૂંકાવી. તે જાણતા હતા કે ગુરુવર્યની મહાત્ત્વાકાંક્ષા એ છે કે ઉપકોશા મગધના કોઈ મોટા પદવીધરને વરે. કેવળ રાજ્યસભામાં કાવ્યરસિકતાથી મગધેશ્વર પ્રસન્ન રહે તે પૂરતું ન હતું.
ઉપકોશાની વિદ્વત્તા અને રૂપ પર વરરુચિ આસક્ત હતો. ચર્ચા સમયે ઉપકોશા વરરુચિની નજીક આવી. વરરુચિને લાગ્યું જીવન સફળ થયું અને થશે. આથી તેણે પૂછ્યું “ઉપકોશા શ્રીયકનાં લગ્ન લેવાયાં. આપણાં લગ્ન ક્યારે લેવાશે ? ગુરુવર્ય શું કહે છે ?''
હમણાં લગ્નનો યોગ નથી. શ્રીયકનાં લગ્ન થશે ત્યારે લગ્ન થવા સંભવ છે પણ શ્રીયકના લગ્નપ્રસંગે મહામંત્રી મગધેશ્વરને સોનાનું અદ્ભુત સિંહાસન, અજાયબી ભરેલાં શસ્ત્રો ભેટ આપવાના છે, તમે શું આપવાના છો ?”
વરરુચિઃ “શસ્ત્રોની ભેટ ? શા માટે ! શસ્ત્ર તો હિંસાનાં સાધન છે, હું કાવ્યરસથી ભરપૂર શાસ્ત્રોની ભેટ આપીશ.”
ઉપકોશા: “પણ પિતાજી કહે છે મહાપદવીધરને મારી કન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org