________________
સંયમવીર સ્થૂલિભદ્ર • ૬૭ ઊંચાઈએ હતો. પુત્રીઓ સંયમની ઊંચાઈએ હતી.
મહામંત્રીના ચિત્તમાં ત્યાગની ભાવના છતાં ઊંડે ઊંડે મગધની પ્રજા પ્રત્યેનું વાત્સલ્ય અને મગધેશ્વરની ચાહના વળી રાજા અને પ્રજાનો પણ પોતા તરફનો અટલ વિશ્વાસ, તેમને અંતરમાં સંતોષ આપતાં હતાં. તેથી એ કૂણી લાગણીઓથી પોતે આ કારભાર ત્યજી શકતા ન હતા. તેઓ જાણતા ન હતા કે તેમની આ મનોભાવના કાળને ઝપાટે ચઢી નષ્ટ થઈ જશે. જોકે તે દ્વારા મહામંત્રી જીવનની ઉજ્વળતાને અક્ષય રાખીને વિદાય લેશે.
આમ મહામંત્રીનું રાજા પ્રજા પર અનોખું પ્રભુત્વ હતું. રાજા પ્રજા માનતાં કે મગધ એટલે શકટાલ મહામંત્રી અને મહામંત્રી એટલે મગધ. બંને અભિન્ન છે એવો વિશ્વાસ સ્વયં મગધેશ્વર ધરાવતા હતા અને આવા અજોડ મહામંત્રીની સેવા માટે તેઓ નિશ્ચિત હતા.
મહામંત્રી રાજ્યનો કોષ બચાવવા, વ્યવહારમાં વિવેકનું સ્થાન રાખવા અને કાવ્યકળા સાથે શૌર્યકળાને જીવંત રાખવા માટે સર્ચિત રહેતા. આથી જ્યારે રાજસભામાં વરરુચિની કાવ્યરચનાઓ અને મગધેશ્વરની પ્રસ્તુતિના અવનવા શ્લોકોની રેલી પ્રત્યે મગધેશ્વર ન્યોછાવર થઈને વરરુચિને મનવાંછિત માંગવાનું કહ્યું ત્યારે મહામંત્રીએ એ અવસરમાં પોતાના નિવેદનથી અવરોધ કર્યો હતો. ભલે મહામંત્રીની ભાવના રાજ્યહિતની હતી. પરંતુ કાવ્યરસમાં તરબોળ મગધેશ્વરને તે ક્ષણે મંત્રીનો આ ધર્મ અવરોધરૂપ લાગ્યો. તેઓ મનમાં દુઃખી થયા હતા. તેમાં તેમને પોતાનું અપમાન ભાસ્યું હતું. આથી મહામંત્રીને રોકવાના ઉદ્દગાર નીકળ્યા હતા. પરંતુ ક્યારેય મહામંત્રીનો શબ્દ પાછો ન ઠેલતા, તેથી કડવો ઘૂંટડો ગળી ગયા હતા. પરંતુ તે પ્રસંગ મનમાં કંઈક ડંખ મૂકતો ગયો.
વરરુચિ રાજ્યસભામાં થયેલી માનહાનિને ભૂલી શકતો ન હતો. તેને પોતાની કાવ્યશક્તિમાં વિશ્વાસ હતો. તેને લાગ્યું હતું આમાં કંઈ માયાનો ભેદ છે પણ તે કળી શક્યો ન હતો કે આ કેવળ સ્મૃતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org