________________
૬૬ ૯ સંયમવીર સ્થૂલિભદ્ર પણ એ ક્ષેત્રે ઉદ્યમી થઈ છે. લગ્નમાં દેશવિદેશથી શત્રુ અને મિત્રો સો આવશે. તેઓ ઝીણી નજરે આ બધું જોશે. તેનો ગેરલાભ ઉઠાવીને બંડ કરવાની વૃત્તિ તેમને પેદા થાય. પરંતુ જ્યારે આવાં અભુત શસ્ત્રો જોશે ત્યારે તેમને એ પણ ખ્યાલ આવશે કે મગધનું રાજ્ય, રાજા અને પ્રજા શાસ્ત્રકળામાં અને શસ્ત્રકળામાં બંનેમાં નિપુણ છે.
“હે પુત્રી ! માનવી માટીના સીમાડાનો મોહ ત્યજશે નહીં ત્યાં સુધી આવાં હિંસક આયોજન કરવાં પડશે. તેથી કોઈ વાર થઈ આવે છે કે હવે રાજકારણ ત્યજી દઉં. તારી માતાની શીખ પણ સ્મૃતિમાં આવે છે. પરંતુ સ્વામીભક્તિનું મારું આકર્ષણ પ્રબળ છે.” ' અરેરે ! મહામંત્રીને ભાવિના ભીતરની ક્યાં ખબર છે કે આ સદ્ભાવથી કરેલું આ આયોજન તમારો કાળ બનીને હાજર થશે.
પિતાજીના મુખેથી ખુલાસો સાંભળી યક્ષા મૌન થઈ રહી.
પિતાજીએ અચાનક પ્રશ્ન પૂછ્યો, યક્ષા શ્રીયકનાં લગ્નસમયે ઘણા યોગ્ય યુવાનો આવશે, ત્યારે તારા અને અન્ય બહેનોનાં પણ લગ્ન કરી લઈએ ને !
યક્ષા: “પિતાજી હું તો સંસારી જીવન ઇચ્છતી જ નથી પણ મારે તો સરસ્વતીની ઉપાસના કરવી છે. તમારી ઉપસ્થિતિમાં વિદ્યોપાસના કરીશું. પછી સાધ્વીજીવન અંગીકાર કરી ધર્મસંસ્કૃતિનો પ્રસાર કરીશ. મારી બહેનોની પણ આ જ ભાવના છે.” ( પિતા અને સંતાનોની ઉત્તમતા
મહામંત્રી રક્ષાની દાક્ષિણ્યતા અને સંયમથી અતિ પ્રસન્ન હતા. તેમના મુખમાંથી પુનઃ ઉદ્ગારો સરી જતા “ક્ષા, બેટા જો તું પુત્ર હોત તો આ પરંપરાનું પદ તને સોંપી હું નિવૃત્ત થઈ શ્રી ભદ્રબાહુના શરણે બેસી જાત. સ્થૂલિભદ્ર જે ખોટ પૂરી ન કરી તે તું જરૂર કરત.”
આમ પિતા રાજ્યની ફરજ, પ્રજાની સુખાકારી અને મગધેશ્વર પ્રત્યેની વફાદારીમાં ઊંચાઈએ જતા હતા. શ્રીયક પિતૃભક્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org