________________
સંયમવીર ચૂલિભદ્ર ૦ ૬૫ આપવાં જેથી તેઓ જાણે કે મગધના સામ્રાજ્યમાં કેવળ કાવ્યરસિકતા જ નથી પરંતુ અભુત શસ્ત્રકળા પણ છે.
| વિશ્વાસુ મિત્રોને પણ આ વાત રુચિ. આથી મહામંત્રીએ પોતાના પ્રાસાદના ગર્ભગૃહમાં જ તેને માટે આયોજન કરી દેશ-પરદેશથી કારીગરો બોલાવી ઝડપથી કામ શરૂ કર્યું.
મહાઅમાત્ય દૂરંદેશી બુદ્ધિબળવાળા અને અનુભવી હતા. મહારાજા પ્રત્યેની એકેશ્વરી ભક્તિવાળા હતા. તેઓ જાણતા હતા કે મગધનું સામ્રાજ્ય એકછત્રી સ્થપાયું પણ સાથે શત્રુઓ પણ ઊભા થયા છે. તેઓ એકત્ર થઈ બળવો કરે તેવી શક્યતા છે. તેઓ સાથે આ પ્રસંગે મિત્રાચારીની તક લેવા તેમણે શત્રુઓને પણ લગ્નમાં આમંત્રણ આપ્યું. જેથી મગધ સામ્રાજ્યના સીમાડા નિર્ભય બને.
મહાઅમાત્યને મહારાજા પ્રત્યે વિશ્વાસ હતો કે તેઓ મારા કાર્ય માટે હંમેશાં સંમત હોય છે. વળી અદ્દભુત શસ્ત્રો અને શત્રુઓની મૈત્રીભરી ઉપસ્થિતિ ગુપ્ત રાખી તેઓ મહારાજને આશ્ચર્ય પમાડવા ઇચ્છતા હતા પણ કહેવાય છે કે ભીંતને પણ કાન હોય છે. અને બે કાને પહોંચેલી વાતમાં કોઈ વાર મૂળ તથ્ય રૂપાંતર થઈ જાય છે.
મહાઅમાત્ય રાજકારણીય માનસ ધરાવતા હતા છતાં ધર્મપરાયણ હતા. ભદ્રબાહુ સ્વામીના પરિચયે શ્રાવક ધર્મના હિમાયતી હતા. તેમણે કરેલું શસ્ત્રભેટનું આયોજન યક્ષા વિદુષી, ધર્મપરાયણ પુત્રીને આશ્ચર્યકારી જણાયું.
લગ્નની અવનવી ચર્ચા સમયે યક્ષાએ પિતાજીને પૂછ્યું કે મહેમાનોને ભેટ આપવા હિંસક શસ્ત્રોનું આયોજન કરવું, તેનો હિંસક ઉપયોગ થાય તે શું યોગ્ય છે!”
યક્ષા, તારો પ્રશ્ન બરાબર છે. શસ્ત્રના આયોજન પાછળ રાજ્યની રક્ષાનો હેતુ છે. મગધના સામ્રાજ્યનો વિસ્તાર તો થયો સાથે શત્રુઓ પણ પેદા થયા છે. વળી શાંતિના સમયમાં ચારે દિશામાં મગધની સાહિત્યસભાની ખ્યાતિ ખૂબ વૃદ્ધિ પામી છે. હાલ તો પ્રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org