________________
૧૨૮ • સંયમવીર સ્થૂલિભદ્ર હતા. ભદ્રબાહુ મહાપ્રાણ ધ્યાનની સાધનામાં લાગ્યા હતા. સાધુસંઘ શ્રી સ્થૂલિભદ્રને સોંપ્યો હતો. ( સ્થૂલિભદ્રની નિશ્રામાં પૂર્વનું અધ્યયન
કાળના વહેણ સાથે મગધ સામ્રાજ્યમાં ઘણું ઘણું પલટાઈ ગયું. મહામંત્રી શકટાલ ગયા. સ્થૂલિભદ્ર સંયમ લીધો. શ્રીયકે પણ તે જ માર્ગ ગ્રહણ કર્યો સામ્રાજ્યમાં અંધાધૂધી તો હતી. તેમાં પાટલીપુત્રમાં બાર બાર વર્ષના ભયંકર દુકાળે માનવને હતાશ કર્યો. ધર્મક્ષેત્રે મુશીબતો ઉભી થઈ. માનવ પાસે અન ન હોય તો તે સાધુજનોને કંઈ રીતે નિભાવે ?
આચાર્ય ભદ્રબાહુસ્વામીની આજ્ઞાથી કેટલાક સાધુ સમુદાય સજળ પ્રદેશમાં જતો રહ્યો. જે ગામો, ઘરો વન, ઉપવનો સાધુજનોથી ભરપૂર હતા ત્યાં હવે સાધુના દર્શન દુર્લભ થયા. માત્ર થોડા સાધસમુદાયે પ્રભુના ચરણથી પાવન થયેલી ભૂમિને જ પસંદ કરી અનશન લીધું.
જૈન સંઘના અગ્રેસરો ચિંતિત હતા. વળી યોગ્ય ખોરાકને અભાવે જ્ઞાન પણ વિસ્મરણ થતું ચાલ્યું. નવા શાસ્ત્રો - સૂત્રો શીખવાનો ઉમંગ ન રહ્યો. જિનવાણી લુપ્ત થાય તો જીવો ધર્મ કેવી રીતે પામે? આથી સંઘોની દૃષ્ટિ સ્થૂલિભદ્ર પ્રત્યે હતી. સંઘના ભાવિક અગ્રેસરોએ સ્થૂલિભદ્રને શ્રુતજ્ઞાનના ઉદ્ધાર માટે વિનંતિ કરી. સાધુજનોના આહારાદિની યોગ્ય વ્યવસ્થાની જવાબદારી લીધી. અને પ્રભુવાણીને જીવંત રાખવા ભગીરથ પ્રયત્ન કર્યો.
સ્થૂલિભદ્ર પ્રસન્ન થયા. મારે માટે જિનવાણીના રક્ષણનો મહાપુણ્યયોગ છે તેમ માની તેમણે બાર અંગોની વાચનાનો જ્ઞાનોત્સવ શરૂ કર્યો. તેમાં યક્ષા, શ્રીય રથાધ્યક્ષ વિગેરે ભળ્યા. દેશ વિદેશથી પણ સાધુજનો આવવા લાગ્યા. એમાં કોશા ક્ષાવિકા તરીકે અતિ ઉત્સાહથી સેવાકાર્યમાં ગુંથાઈ ગઈ. પવિત્ર અંગસૂત્રોની વાંચનાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org