________________
સ્થૂલિભદ્ર જેવા મહામાનવો પ્રકૃતિની પરવશતા ત્યજી આત્મશક્તિનો આશ્રય લે છે, તે શક્તિના પ્રકાશે અંધારા ઉલેચાઈ જાય છે.
આશ્ચર્ય છે કે કોશા-ભદ્રની સાડાબાર વર્ષની હરેક પળ કેવળ રંગરાગ, વિલાસ, કામોત્તેજક વાતાવરણ. ઉપવન કે આવાસ કોઈ જગાનો ખૂણો એવો ન હતો માનવની કામવાસનાને ઉત્તેજિત ન કરે. યોગીઓ ચળે તેવો કોશાનો આવાસ હતો. અરે વાતાવરણમાં માદક સુગંધ પ્રસરેલી રહેતી તે પણ માનવને આકર્ષણ પેદા કરે તેવી હતી.
સ્થૂલિભદ્ર પ્રથમવાર કોશાના આવાસમાં આવ્યો ત્યારે તેને લાગ્યું કે કોશા સ્વપ્નમૂર્તિ છે તો આ આવાસ સ્વપ્નસૃષ્ટિ છે.
ભાઈ! આખરે આ બધું મર્યાદિત વર્ષોનું સ્વપ્ન છે.
કોશાનો પરિચય પાપ છે” આ શબ્દોનું રટણ બદલાઈ ગયું અને સ્થૂલિભદ્ર એ દુનિયા વિસરી ગયો. સ્વર્ગની અપ્સરા તો તેણે જોઈ ન હતી પણ તે બોલી ઊઠયો “કોશા! ખરેખર તું સ્વર્ગની અપ્સરા છે.” અને કોશાના સ્પર્શથી તેના રોમેરોમ કામથી ભરાઈ ગયાં. તે પળે ભદ્ર હાર્યો કોશા જીતી ગઈ.
છતાં ભદ્રમાં રહેલો પાપનો ડંખ કંઈ એમ ભુસાઈ જાય તેમ ન હતો. કારક તે ખૂંચતો ત્યારે તેની ઉદાસીનતા ચતુર કોશાથી છાની ન રહેતી. ભદ્રની ઉદાસીનતા દૂર કરવા તે સતત જાગ્રત રહેતી.
આખરે પુરુષની વિજાતીય વૃત્તિને આધીન ભદ્ર કોશાને આધીન થઈ ગયો. દુનિયા, પિતા, ભાઈ, બહેનોથી હવે તે યોજનો દૂર હતો. એ જ સ્થૂલિભદ્રના અંતરાત્મા જાગ્યો ત્યારે પલકવારમાં સર્વ ત્યજી તેણે વનની ઘેરી વાટ પકડી લીધી.
આશ્ચર્ય આશ્ચર્ય, કોશાના ઉપવન, આવાસની કણેકણ અને ક્ષણેક્ષણ ભોગવેલા ભોગવિલાસના સ્થાને તે યોગી બનીને આવ્યો ત્યારે એ જ સ્થાનો, વળી ભદ્રના આગમન પછી તેમાં વિશેષ સજાવટ થઈ છતાં યોગીના એક રોમમાં વિકાર ન જન્મ્યો.
ચાર ચાર માસ એ જ ઉત્તેજિત આહાર અને વાતાવરણ, કોશાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org