________________
११
પહેલાંનો ભદ્ર મેળવવાના કોડ, તેને માટે જાણે મદનસેના સાથે તે મેદાને પડી હતી. તે સમયનો તેનો સ્પર્શ કામીજન માટે સ્વર્ગ હતો. પરંતુ આ તો ગુરુકૃપા સાથે સમાધિયોગ સાધીને આવેલો હતો. આત્મસ્વરૂપ પ્રેમની જ્યોતિ લઈને આવ્યો હતો. યોગીએ આખરે કોશાને કહ્યું,
પ્રેમજ્યોતિ પ્રગટાવવા આવ્યો છું. પ્રેમપતંગિયું તો ક્યારનુંયે નાશ પામ્યું છે.”
આ યોગી કોશાના કમનીય અને મદનીય નૃત્ય સામે હિમગિરિની જેમ નિશ્ચલ અને પવિત્રતાનો પુંજ બનીને બેસતા. આખરે કોશા એની મદનસેના સાથે હારી એટલે તો કહ્યું છે કે કોશા જીતી હોત તો આ કથાનક પ્રગટ ન થાત. યોગીની જીત વડે કથાનક અમરતત્વ પામ્યું. ધન્ય યોગી. તમારું નામ અમરત્વ પામ્યું, તેમાં અદ્ભુત વિશદતા તો રહી કે સાથે જોડાયેલા સૌના નામને પણ એ અવસ૨ મળી ગયો. પિતા, ભાઈ-બહેનો, કોશા સૌ.
નવમા નંદરાજા : આઠમા બૃહદરથના સમયમાં શકટાલે મંત્રીપદ લીધું. ત્યાર પછી નવમા ધનનંદનું શાસન આવ્યું. રાજાઓ રાજ્ય જીતે અને મહામંત્રીઓ તેનું રક્ષણ કરી વિકસાવે, સમયસૂચકતા વડે અન્ય રાજ્યોમાં સત્તા જમાવે. મગધનાથ સમ્રાટ થયા. તે જેવા રણશૂર હતા તેવા જ સાહિત્યપ્રેમી અને દાનશૂર હતા.
તેમાં વળી પૂરા ભારતવર્ષના સમ્રાટની પદવી પ્રાપ્ત ચક્રવર્તીની જેવી સમૃદ્ધિને પામીને ધનનંદ, મગધપતિ ખૂબ નિરાંત અને સુખ અનુભવતા, નાના મોટા અંતરાયો તેમના એકૈશ્વર્ય મહામંત્રી સંભાળી લેતા.
સાત સાત કિલ્લા વચ્ચે આવેલા મગધપતિના અંતઃપુરની રચના પણ અદ્દભુત હતી. સોનેરી કાંગરા અને રૂપેરી દીવાલોથી શોભતું, સુવર્ણરાશિથી ભરપૂર ખજાનો ધરાવતો એ પ્રાસાદ અતિ રમણીય હતો. પરંતુ સમ્રાટપદ એટલે રાત્રિદિવસ રક્ષિત રહેવું પડે તેવું પદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org