________________
૧૨
આથી આ પ્રાસાદ સેંકડો શિસ્તબદ્ધ સૈનિકોથી ધમધમતો.
છતાં વાતાવરણમાં શાંતિ અને સૌરભ હતાં. સુખસમૃદ્ધિથી ચારે દિશાઓ છલકાતી હતી. મંત્રણાગૃહો સશક્ત અને કડક ચોકીપહેરાથી રક્ષિત રહેતું. મગધપતિની ભાગ્યરેખા બળવાન હતી. તેમને માટે જાન આપનાર મહામંત્રી મહાપ્રતિહાર, રથાધ્યક્ષ જેવા વિશ્વાસુ સેવકો હતા. મગધેશ્વર ઇન્દ્ર સમા હતા.
સાહિત્ય કલાપ્રેમી મગધપતિ હવે ઘણો સમય કાવ્યવિનોદમાં ગાળતા. શાસ્ત્રના છંદોની નવરચનાઓને બિરદાવતા. જાણે તેઓ ભૂલી ગયા કે સામ્રાજ્ય સ્થાપ્યા પછી ચારે બાજુ મિત્રો સાથે શત્રુઓ પણ હોય, તેઓ ગમે ત્યારે ગેરલાભ ઉઠાવે. પરંતુ તેમનું આ કાર્ય તો મહામંત્રી સંભાળતા હતા.
એકેશ્વર્ય ભક્તિવાળા મહામંત્રી વિચક્ષણ હતા, તેમને શસ્ત્રવિદ્યા ભોગે શાસ્ત્રવિદ્યામાં કોઈ છૂપો સંદેહ હતો કે અન્ય શત્રુરાજાઓ આનો ગેરલાભ ન ઉઠાવે. પરંતુ કાળનું ચક્ર વિપરીત ચાલ્યું. તેમની આ ભાવનાને મગધપતિ ઓળખી ન શક્યા, અને મહામંત્રીનું બલિદાન દેવાયું.
કહે છે રાજા હાથના શૂરવીર અને કાનના કાચા હોય. પછી તો ક્રમે કરીને ધનનંદને હરાવી ચંદ્રગુપ્ત રાજ્ય પામ્યો.
રૂપકોશા પૌરુષેય સામર્થ્યમાં યુવાન યૂલિભદ્ર અદ્વિતીય હતો. તેથી વિશેષ રૂપકોશા તે કાળે ભારતવર્ષમાં રૂપ, સૌંદર્ય અને નૃત્યકલામાં અજોડ હતી. હજાર અપ્સરાઓના રૂપસૌંદર્યનું જાણે એકમ હતું.
ગણતંત્ર વૈશાલીની જીતમાં મહારાજા નંદીવર્ધનના શાસનકાળમાં વૈશાલીની ખ્યાતનામ રાજનર્તકી સુનંદા તેના પતિ સાથે પાટલીપુત્ર આવી હતી. સાથે તેની કન્યા તેનાથી પણ રૂપમાધુર્યમાં વિશેષ હતી તે રૂપકોશા. સુનંદા સ્વયે રાજનર્તકી છતાં ગુણસંપન્ન હતી. અનેક રાજા મહારાજાઓના સંપર્કમાં છતાં જીવન સાત્ત્વિક હતું. તે આખરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org