________________
१३
બૌદ્ધ ભિક્ષણી થઈ હતી.
સુનંદાએ રૂપકોશાને કુમારનૃત્યાચાર્ય પાસે ઉત્તમ નૃત્ય કળાસાધના માટે મૂકી હતી. માતા અને આચાર્ય રૂપકોશાને નૃત્યકલા સાથે સંયમી જીવનના સંસ્કારનું સિંચન કરતા. માતાની ઈચ્છા હતી કે રૂપકોશા પણ શ્રેષ્ઠ નૃત્યાંગના થાય. તે કાળે રાજસેવા આપતી વિશિષ્ટ નર્તિકાઓ કેવળ હલકી મનોવૃત્તિવાળી ન હતી. તેઓને પણ કૌમાર્ય જેવા આદર્શો હતા.
રૂપકોશાને પણ મહત્ત્વાકાંક્ષા હતી. ભારતવર્ષનું શ્રેષ્ઠ પદગૌરવ લેવાનું તે ભલે રાજનર્તિકાનું હોય, તે કાળે ગણિકા માત્ર નગણ્ય કે દુરાચારી મનાતી ન હતી.
શ્રેષ્ઠ નૃત્યકલાની સાધનાને પરિણામે તેણે પદગૌરવ પ્રાપ્ત કર્યું, તે દરમ્યાન તેણે ભવ્યતા રૂપ અને કલાને વરેલા સ્થૂલિભદ્રનો પરિચય થયો અને તેનામાં નારીત્વની સાહજિક વૃત્તિ ઊઠી. આવા પુરુષને પ્રાપ્ત કરી ઉત્તમ કુળવધૂપદ પ્રાપ્ત કરવું. તે જાણતી હતી કે સ્થૂલિભદ્ર ભવ્ય નવજવાન છે. તેના યૌવનમાં ઓજસ છે. તેનાં નયનોમાં દિવ્યતા છે.
પદગૌરવની પ્રાપ્તિ સાથે રાજ્યવ્યવસ્થાના નિયમથી તે બદ્ધ હતી કે રાજર્તિકાએ કૌમાર્ય પાળવાનું રહેશે. પદગૌરવની લાલસામાં તેણે માન્યું કે તે કંઈ કઠણ નથી. સ્થૂલિભદ્રમાં તેણે પોતાને યોગ્ય પુરુષનાં દર્શન થતાં ગજબનું આકર્ષણ પેદા થયું હતું. કામદેવ જેવી પ્રતિકૃતિનાં તેને દર્શન થતાં.
આથી તેના ચિત્તમાં અનેક કલ્પનાઓ આકાર લેવા લાગી. રાજરાજેશ્વર જેવી સમૃદ્ધિ, કલાની પરમસિદ્ધિ, શ્રેષ્ઠ પદગૌરવ અને યોગીઓને ચલિત કરે તેવું યૌવન, કેવું અનુપમ?
આ વિચારમાળાની વચમાં ઊંડાણમાં પડેલી સ્થૂલિભદ્રની સ્મૃતિ ક્યાંથી ઊપસી ! ઓહ એ સૌંદર્ય, સિદ્ધિ અને કલાઓ પુરુષસાથી વિહોણી સ્ત્રીને શું સુખ આપશે? અને તે ક્યાં સુધી? મારે માત્ર રાજનર્તકીની જેમ જ જીવવાનું? મારાં કોઈ અરમાન પૂરાં નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org