________________
१४
કરવાનાં? શા માટે મગધપતિએ આવી કપરી શરત મૂકી છે? પોતે સ્ત્રીસુખ ભોગવે છે, તેમને અન્યના સુખનો ખ્યાલ નહિ હોય?
રૂપકોશામાં જેવું સૌંદર્ય છે તેવી જ કુશળતા છે. તરત જ એક વિચારની વીજળી ઝબકી. મગધપતિને ખુશ કરીને આ મહત્ત્વાકાંક્ષા જરૂર પૂરી કરીશ. તે ઉત્તમકુળની પુત્રવધૂ બનશે. ઉત્તમ માતૃત્વ ધારણ કરશે. આથી સમય આવે મગધપતિને રીઝવી વરદાન માંગી રાજસેવાથી મુક્ત થઈ.
હવે તેને માટે વિશ્વમાં એક જ અરમાન ભદ્ર.' ભદ્રનું પૂરું અસ્તિત્વ કોશામય રહેવું જોઈએ. તેની માતાએ સંસ્કાર તો ઉત્તમ આપ્યા હતા પરંતુ જેમ કહે છે કે લોહીના સંસ્કારો ઊંડા હોય છે. રાજનર્તકી તરીકે સંસ્કાર અન્યને રીઝવવાનો, આકર્ષિત કરવાનો.
રૂપકોશાએ પોતાના દેહના પૂરા સૌંદર્યને ભદ્રને સમર્પિત કરી દીધું. ભદ્ર માટે પદગૌરવ, સિદ્ધિઓ પણ ત્યજી દીધી. ભદ્રના હૃદયમાં સમાઈ જવું તે જ તેને માટે સર્વસ્વ હતું ને ?
રૂપકોશાને જ્યારે ઉચ્ચ પત્નીપદના ભાવ ઊઠતા ત્યારે તે મનોમન કહેતી : અરે તું ગણિકા તને સતી જેવા પતિભાવ કેમ ઊઠે છે? યદ્યપિ ભદ્ર પ્રત્યે તેની પ્રીતિ સતી જેવી તો હતી. ભદ્રની પ્રાપ્તિ માટે તેનો ત્યાગ ઘણો મહત્ત્વનો હતો.
છતાં અધ્યાત્મરસિક, પિતૃઆજ્ઞાને વરેલો, કોશાના પરિચયમાં પાપભીરુ, ગણિકાના કુળને હલકું માનનાર ચતુર અને રૂપમોહિની કોશાએ એવા ભડવીરને પણ વશ કર્યો. સવિશેષ ગણિકા તરીકેની કુશળતા ખરી જ. છતાં ઉત્તમતા પણ ખરી કે ભોગવિલાસ સાથે કલારસિકતાને જીવંત રાખી. છેવટે જે કંઈ ધનરાશિ હતી તે પણ ભદ્રને ખુશ કરવા ખર્ચી નાખી. છતાં ભદ્ર પાસેથી કોઈ અપેક્ષા નહિ સિવાય ભદ્રના હૃદયમાં, પૂરા જીવનમાં કોશાનો સ્વીકાર.
રંગશાળાના સર્જન દ્વારા કોશાની એ મહત્ત્વાકાંક્ષા પણ પૂર્ણ થઈ. તે પ્રસંગે ભદ્ર કોશામાં રહેલી ઉત્તમ નારીત્વની ગરીમા પારખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org