________________
અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીઃ સકલ શ્રુતજ્ઞાનના અને ચૌદ પૂર્વના પરમજ્ઞાતા – શ્રુત કેવળી હતા. અનેકવિધ અદ્ભુત સિદ્ધિઓના ધારક હતા. ભગવાન મહાવીરના ઉપદેશેલા, ગણધરોએ શાસ્ત્રબદ્ધ કરેલાં અંગોનું સંશોધન કર્યું હતું. તે કાળના સાક્ષાત શ્રેષ્ઠ ઉપદેશક જ્ઞાની હતા.
વિશેષ-ઉત્કૃષ્ટ સાધના માટે તેઓ હિમગિરિના એકાંત-ઉત્તેગ શિખરોની ગુફામાં મહાપ્રતિમા ધારણ કરી ધ્યાનસ્થ રહેતા હતા. હિમગિરિની હાડ ગાળી નાખે તેવી અસહ્ય ઠંડી તેમની કાયાને સ્પર્શતી. નહિ. અરે વર્ષોની ઝડીઓ પણ તેમને કંપાવતી નહિ. બાવીસ પરિષહો તો તેમના મિત્રો થઈને રહેતા.
એમનાં વચનો મંત્ર બનતા. આથી તો અસ્થિગ્રામના ઉપદ્રવને દૂર કરવા તેમણે પવિત્ર ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી હતી. આવી કેટલીએ પરમસિદ્ધિઓ તેઓની સેવામાં રહેતી, છતાં તેઓ નિરપેક્ષ અને નિરહંકારી હતા. એમની મુખમુદ્રામાં જ એવા પરમ પવિત્રતાના દર્શન થતા કે પાપી પણ પવિત્રતા પામતા.
તેઓ પોતાનાં અંતિમ વર્ષો ગુપ્તસાધનામાં ગાળવા ઇચ્છતા હતા, છતાં પણ સંઘોના શ્રેય માટે તે હંમેશાં તત્પર રહેતા. તેમણે સંઘને સૂચવ્યું કે તમે સ્થૂલિભદ્રને યુગપ્રધાનપદે સ્થાપો. પોતે હવે નિવૃત્ત થશે. જેનશાસનના આવા સર્વોત્કૃષ્ટ યુગપુરુષથી જૈનધર્મ જયવંતો વર્તે છે.
ધ્યાનની ગુપ્તસાધના છતાં તેઓએ સ્થૂલિભદ્રને પોતાના પૂર્વનું જ્ઞાન પ્રદાન કરવા સંઘબળની આજ્ઞાને અગ્રિમતા આપી પોતાની સંઘસેવાની ભાવના પ્રગટ કરી હતી. મહાશ્રુતજ્ઞાની છતાં સંઘ પ્રત્યે આદરસહિત નમ્રતા ધારણ કરતા.
સંભૂતિનિઃ શ્રી ભદ્રબાહુ હિમગિરિમાં નેપાળ તરફ એકાંતની સાધના માટે જતાં તેમણે સંઘની સંભાળ ગુરુબંધુ સંભૂતિમુનિને સોંપી હતી. તેઓ પણ મહાવિદ્વાન હતા. મધુરભાષી, તપસ્વી અને શ્રુતધારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org