________________
१९
વરરુચિને રાજ્યસભામાં કવિત્વમાં હાર મળ્યા પછી મહામંત્રીને શત્રુ તરીકે જોતો. તેમાં તેને ગુરુપુત્રી ઉપકોશાના પરિચયે જાણ્યું કે ઉપકોશાની મહત્ત્વાકાંક્ષા વિદ્વાન કરતાં રાજ પદવીધર પતિની છે. આ કારણે વરરુચિમાં મહામંત્રીપદની તીવ્ર ઝંખના પેદા થઈ. તે વિચારતો કે શકટાલની બરોબરીનું મંત્રીપદ સ્થલિભદ્ર શોભાવે તેવો હતો તે તો હવે સંભવ નથી. શ્રીયક તો ભોળો છે તેને દૂર કરવો સહેલું છે અને મહામંત્રી હવે વૃદ્ધાવસ્થાને પહોંચ્યા છે. સવિશેષ મગધપતિ મારા પર ખુશ છે. તેથી આ પદને મેળવવું સરળ છે.
તેણે પોતાના હૃદયની આ વાત ઉપકોશાને કહી. ઉપકોશાએ સહસા જ સમજાવી દીધું કે “જો જો કવિરાજ સિંહની બોડમાં પ્રવેશ કરતા.” છતાં ઉપકોશાને મેળવવા આ પદ માટે તે પ્રવૃત્ત હતો.
તેમાં તેને રથાધ્યક્ષ મળ્યો. જેને રૂપકોશા મેળવવાનાં અરમાન હતાં. ઉપકોશા અને રૂપકોશા મેળવવામાં આ બંને ભયંકર ભૂલ કરી રહ્યા હતા. તેઓએ શ્રીયકના લગ્નપ્રસંગના શસ્ત્રઉત્પાદનના કાર્યને કાવતરુ બનાવી મગધમાં વહેતું મૂક્યું.
લોકના મોંને ગરણું ન બંધાય. વરરુચિએ કવિત્વનો દુરુપયોગ કર્યો. મગધશ્વરની વિરુદ્ધ મહામંત્રીની અને મહામંત્રીની વિરુદ્ધ મગધેશ્વરની વાતો લોકજીભે મૂકી પ્રસાર કર્યો.
નગરચર્ચામાં મગધેશ્વર પોતાની વિરુદ્ધ કાવતરું ઘડાઈ રહ્યું છે તેવી આશંકાથી ભરમાઈ ગયા અને મહામંત્રીનો કુટુંબ સહિત વિનાશ કરવા તત્પર થયા. રાજા કાનના કાચા નીવડ્યા છે.
નગરચર્ચામાં મહામંત્રીએ પોતાની વિરુદ્ધ ચર્ચાઓ સાંભળી. મગધેશ્વરનો નિર્ણય જાણ્યો. આવા દાવાનળથી સામ્રાજ્યને બચાવવા પોતે આત્મવિસર્જન કર્યું. એવા મહાન બલિદાને મગધશ્વર પુનઃ નિઃશંક થયા તે સમયે વરરુચિ સ્વયં ભાગી જ ગયો. તેની બધી જ મહત્ત્વાકાંક્ષાઓ ઓગળી ગઈ. કવિત્વ જેવું પવિત્ર સાધન કપટથી કેવી રીતે ટકે?
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org