________________
ઉર્
ન કળાય તેવું હતું. શ્રીયક પિતૃઆજ્ઞાને આધીન રહ્યો. તેનામાં પિતા જેવું પ્રભુત્વ કે કવિત્વ ન હતું, શૂરવીર જરૂર હતો. પિતાની આજ્ઞાને આધીન થઈ શ્રીયકે સ્વહસ્તે પિતાનો શિરચ્છેદ કર્યો હતો. તે પહેલાં તેણે પિતાને કહ્યું હતું કે “મહામંત્રીને શત્રુ માનનારને શ્રીયક ક્ષણમાત્રમાં મરણને શરણ કરી દેશે. શ્રીયકમાં બીજું સામ્રાજ્ય સરવાની તાકાત છે” છતાં સ્થૂલિભદ્રમાં જે સામર્થ્યની વિશેષતા હતી, શકટાલમંત્રીના જેવી વિચક્ષણતા હતી તેવી ભોળા શ્રીયકમાં ન હતી.
પરંતુ સામર્થ્યવાન છતાં સ્થૂલિભદ્ર જુવાનીના તરવરાટમાં કોશા જેવી સૌંદર્યવતીમાં મોહી પડ્યો અને શ્રીયક તે સત્ત્વ જાળવી શક્યો. અંતે સાધુધર્મ પાળી ઉત્તમગતિ પ્રાપ્ત કરી.
વરરુચિ : મહાન વિદ્વાન, મહાત્મા પાણિનિના ગ્રંથો પર પણ ટીકા લખે. શીઘ્ર કવિ, કાવ્યત્વ તો તેમનું જીવન. જેવા કવિ તેવા જ અધ્યાપક હતા.
કૌરવોની માતા ગાંધારીની જન્મભૂમિ ગાંધાર. તેની રાજધાની તક્ષશિલા. તક્ષશિલા એટલે અનેક વિદ્યાઓનું સંસ્કારધામ. દેશવિદેશથી સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. કોઈ વિદ્યાઓ અહીં અપ્રાપ્ય નહોતી. તે પછી આયુર્વેદ હોય કે શસ્ત્રવિદ્યા હોય, જાદુમંત્ર હોય કે રાજતંત્ર હોય, સઘળી વિદ્યાકળાનું એ ધામ હતું. તેમાં પણ વ્યાકરણકાર પાણિનિ, વિષ્ણુગુપ્ત ભારે વિચક્ષણ, વરુચિ મહાકવિ ત્રણેની જોડી અજોડ હતી.
ગાંધારના વિજય સાથે આ ત્રણ વિદ્વાનોએ મગધરાજ્યનો આશ્રય લીધો. તેમાં કવિત્વની અજબની શક્તિને કારણે વરરુચિએ મગધેશ્વરની ખૂબ ચાહના મેળવી હતી.
મહામંત્રી શકટાલ મગધને સાહિત્યક્ષેત્રે ભારતવર્ષમાં પ્રસિદ્ધિ મળે તેમ ઇચ્છતા હતા. પરંતુ મગધના સામ્રાજ્યનું ભારતવર્ષમાં અપ્રતિબદ્ધ વર્ચસ્વ રહે તેવું તેઓ માનતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org