________________
१७
જ્ઞાનનો ક્ષયોપશમ પણ અદ્ભુત! યક્ષા એક જ વાર શ્રવણ કરે અને શબ્દો ટંકાત્કિર્ણ થઈ તેમની સ્મૃતિમાં જડાઈ જાય તે પ્રમાણે બીજી બહેનને બેવારનું શ્રવણ ટંકાઈ જતું, એમ સાતનો ક્રમ હતો.
મગધેશ્વર નંદરાજાની કાવ્યસભામાં શ્રેષ્ઠ કવિરાજ વરરુચિને આ વિદ્યાબળે હાર મળી હતી. જેના કારણે વરરુચિ શકટાલના શત્રુપણે ઊભો થયો, તે પ્રસંગના વિષે શકટાલના આત્મવિસર્જન સુધી પહોંચ્યા.
શકટાલનાં બધાં જ સંતાનો સત્ત્વશાળી હતાં એથી યક્ષાને એક વિકલ્પ ઊઠ્યો કે અમારી વિદ્યા આવા કપટમાં વપરાશે?
પિતાએ તે પ્રસંગની પાછળ રહેલી પોતાની મગધેશ્વરની ભક્તિ, રાજ્યની રક્ષા, જેવાં કારણોથી તેના મનનું સમાધાન કર્યું હતું.
શકટાલ પણ માનતા કે આવાં સંતાનોનું પિતૃપદ ભાગ્યવંતુ છે. અને સંતાનો તો આવા પવિત્ર હૃદયવાળા પિતા પામીને પોતાને ધન્ય માનતાં હતાં.
શ્રીયકના લગ્ન સમયે પિતાએ પૂછ્યું, “યક્ષા શ્રીયકનાં લગ્ન પછી તમારાં લગ્ન પણ ગોઠવી દઈએ !”
ના, પિતાજી અમે તમારી હયાતીમાં શાસ્ત્રાભ્યાસ કરશે અને પછી સંયમ ધારણ કરશું.” યુવાનવય, સાંસારિક સુખનો પુણ્યયોગ છતાં સાત પુત્રીઓ સંયમમાર્ગે વળી, સાધ્વી સતીપણે જીવી પોતાની પવિત્રતાથી નામ ઉજમાળ કરી ગઈ.
યક્ષાના કહેવાથી શ્રીયકે ઉપવાસના પચ્ચખ્ખણ લીધા. અંતે દેહકાળને જીરવી ન શકવાથી અનશન કરી કાળધર્મ પામ્યા, ત્યારે યક્ષા દુઃખી થઈ અને કાયોત્સર્ગનો આધાર લીધો. શાસનદેવી પ્રગટ થયાં. તેઓ તેને મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગયાં. શ્રી સીમંધર સ્વામી પાસેથી નિર્દોષતાનું સમાધાન મેળવ્યું. વિશેષ તો ચાર અધ્યયનો ભેટ લઈ આવ્યા. ધન્ય છે તે યક્ષાને.
શ્રીયકઃ તે મહામંત્રી શકટાલનો નાનો પુત્ર હતો. બંને ભાઈઓ સત્ત્વશીલ, પરાક્રમી અને સરળ સ્વભાવી હતા. છતાં બંનેમાં એક અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org