________________
૨9.
હતા. ઇન્દ્રિયવિજયી, કરુણાથી ભરપૂર, સમભાવી, મુનિગણોમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવતા હતા.
પ્રભુ મહાવીરના આઠમા પટધર હતા. પ્રભુના ઉપદેશનો સાર તેમને કંઠસ્થ હતો, સુધર્માસ્વામીની પાટને દીપાવે તેવા શાસ્ત્રજ્ઞ હતા. તેમની વાણીમાં એવી સંજીવની હતી કે સેંકડો નરનારીઓનો સંસારભાવ ક્ષય થઈ જતો. તેમના સમયમાં સંઘમાં ચાર વર્ણોનો સમાન ભાવે સમાવેશ હતો, વર્ણભેદ વગર જનતા તેમની આજ્ઞા અને ચરણસેવામાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી. તેમનો સંઘ જૈનસંઘ કે આહંત સંઘ કહેવાતો.
સેંકડો સાધુસાધ્વગણના તે નેતાપદે હતા. તેમનાં બોધવચનો ચમત્કારિક હતાં. સ્થૂલિભદ્રના પાપડંખને, હૃદયમાં ઊઠેલી આગને ફક્ત ધર્મલાભ' શબ્દ વડે અપૂર્વ શીતળતા પ્રાપ્ત થઈ હતી તેથી તેમની કૃતવાણી એ સંજીવની હતી. તેમના યોગબળે સ્થૂલિભદ્રનું જીવન પણ નિર્મળતા પામ્યું. જેનાથી તેઓ સંયમવીરતાને વર્યા. ધન્ય તે મુનિવરો.
નિર્મળ રોહણ ગુણમણિભૂધરા, મુનિજન માનસ હંસ, જિનેશ્વર ધન્ય નગરી ધન્ય તે વેળા ઘડી, માત-પિતા કુલ વંશ જિનેશ્વર.”
શ્રી આનંદઘનજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org