________________
२२
I
( પુનઃ કોશાને આંગણે
વાટડી જોતી કોશાની આંખડી (૨)
આવી ઊભા સ્થૂલિભદ્ર આંગણે જી રે કે, વાટડી પંખો નાખું કે ઢોલિયા ઢળાવું (૨)
તમે કહેજો હો મારા નાથજી રે... કે, વાટડી. ગુરુએ લીધી છે આકરી પરીક્ષા
મોકલ્યા તમારે બારણે જી રે... કે, વાટડી... ઇંદર ચળાવું હું તો આસનો ડોલાવું,
મારા મનના એ અરમાન જી રે કે વાટડી. એવું ધારીને ઘેલી કોશા આવી ઉમંગે,
ચિત્રશાળાએ રાતડી નાચતી રે. કે વાટડી.. દિનો વિત્યાને માસો વિત્યા છે,
નવા નવા વહાણલા વાતા જી રે કે, વાટડી.. રાત્યોની રાત્યો કોશા નાચી છતાંયે,
મેરુ સમ ભદ્ર ના ડગિયા જી રે. કે વાટડી... રીઝો રીઝો મારા હૈયાના ટુકડા,
એમ શ્વાસે શ્વાસે ઓવારતી રે... કે વાટડી.. મુનિ ભદ્ર કરુણાથી એમ વદે કે,
બૂઝ બૂઝ રૂપરાણી કોશિયા રે... કે વાટડી.. ભદ્ર છોડો આ વેશ અને વિરાગી વાતો
મારે જોઈએ સલૂણો ભરથાર રે. કે વાટડી... કોશિયા ભોગ તો મહાપાપનું મૂળ છે
એમ સૂણી છેવટે કોશા બૂઝિયા રે. કે, વાટડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org