________________
૧૧૪ • સંયમવીર સ્થૂલિભદ્ર વિકલ્પ ઊઠ્યો. ( વ્યાવ્ર ગુફાવાસી સંયમની કસોટી )
પુનઃ ચાતુર્માસના દિવસો આવ્યા. વાઘ ગુફાવાસી મુનિની ભંડારેલી ઈર્ષા જાગી. ગુરુદેવ પાસે કોશાની ચિત્રશાળાએ ચાતુર્માસ કરવાની રજા માંગી.
ગુરુદેવ : “સુખેથી સિધાવો પરંતુ મનમાં શલ્ય ન રાખશો. વળી કામવિજય દુષ્કર છે. મેરુપર્વત જેવી અચળતા જોઈએ. રજમાત્ર ચલાયમાન થતાં પૂર્વના આરાધેલા તપ, ત્યાગ, વૈરાગ્ય નિષ્ફળ જશે.”
મુનિરાજ અહંના કોચલામાં કેદ હતા. ગુરુદેવની શીખને કંઈ મહત્ત્વ ન આપતા શીઘ્રતાએ પહોંચ્યા પાટલીપુત્ર.
કોશા શ્રાવિકા ધર્મ ઉત્તમ રીતે નિભાવી રહી હતી. ભદ્ર મુનિ પ્રત્યે તેનો પ્રશસ્ત રાગ છે, તેથી રોજ રાહ જુએ છે કે મુનિ તેના ધર્મમાર્ગને વધુ ઉજ્વળ બનાવવા પુનઃ આવશે. આથી ક્યારેક ઝરૂખામાં ઊભી રાહ જોતી. એક દિવસ મુનિ તો આવ્યા પણ તે બીજા હતા. કોશાએ વિચાર્યું કે મુનિ ભલે પધાર્યા. સેવાનો લાભ મળશે. મુનિ ચિત્રશાળામાં આવી પહોંચ્યા.
મુનિએ ચિત્રશાળામાં રહેવાની રજા માંગી. પરંતુ એ શબ્દોમાં નિર્દોષતા ન હતી. પાપાત્માને જીતવા આવ્યો છું તેવું અહં હતું.
કોશા : “મુનિરાજ, ચિત્રશાળામાં સુખેથી પધારો અમે સૌ સેવામાં હાજર છીએ.” | મુનિરાજ હજી ગર્વમાં હતા. કોશા સામે નજર માંડતા ન હતા. જાણે કે કેવા સંયમના ધારક છે તેવું જણાવવું હતું ને ?
વળી કહ્યું કે ષટરસાહાર ભોજનની જોગવાઈ ખપશે.”
કોશા: “મુનિરાજ આ પ્રાસાદ અને સર્વ સામગ્રી તમારા ચરણોની સેવા માટે જ છે.'
મુનિરાજ: “વળી મને તમને પાપકૃત્યોથી ઉગારવાની ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org