________________
સંયમવીર ટ્યૂલિભદ્ર ૧૩ શ્રી સંભૂતિ મુનિના ચારે શિષ્યો ચાતુર્માસની આરાધના કરી પાછા ફર્યા. સૌએ પોતપોતાનું નિવેદન કર્યું. વ્યાધ્ર ગુફાવાસીની અહિંસાભાવની આરાધના ઉત્તમ હતી. દૃષ્ટિવિષ સર્પના રાફડા પરના મુનિએ પણ સર્પ સાથે મૈત્રી કેળવી ઉત્તમ સાધના કરી. કૂવા કાંઠે મુનિનું કાયોત્સર્ગનું ચાતુર્માસ પણ આશ્ચર્યકારી હતું. સૌનું નિવેદન સાંભળી ગુરુદેવે સૌને ધન્યવાદ આપ્યા કે તમારું કાર્ય દુષ્કર છે.
સ્થૂલિભદ્ર ટૂંકમાં નિવેદન કર્યું. સંસારજીવન ઈચ્છતી કોશાએ મંત્રદાન અને બોધ વડે પરમ શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો છે. તેની શૃંગારિક રચનાઓ, નૃત્યો, અને આહારાદિમાં આપની કૃપાએ પહાડની જેમ અડગ રહી, કોશાને પણ ત્યાગમાર્ગે વાળી છે. તેના અનુચરો પણ ધર્મ પામ્યા છે.
ધન્ય, ધન્ય, કઠિન કઠિન, દુષ્કર અતિ દુષ્કર.”
ગુરુદેવના આટલા શબ્દો સાંભળતાં ત્રણે તેજોષી મુનિઓ આઘાત પામ્યા. વાઘની બોડમાં વસવું, દૃષ્ટિવિષ સર્પ સાથે વસવું, કૂવા કાંઠે ધ્યાનમગ્ન રહેવું, દુષ્કર મહા દુષ્કર કે રંગરાગ ભર્યા કોશાને ત્યાં આમોદપ્રમોદભર્યું ચાતુર્માસ કરવું દુષ્કર?
ગુરુદેવ એ સૌના મનોભાવ જાણી ગયા. સૌને સમજાવ્યા, જ્યાં સ્વયં બાર વર્ષ ભોગવિલાસ કર્યો છે તેવા અનુકૂળ વાતાવરણમાં, શૃંગારિક, કામોત્તેજક વાતાવરણમાં યોગી પણ ટકી શકતા નથી, ત્યાં પૂરા ચાતુર્માસમાં ભદ્ર મુનિના એક રોમ માત્રમાં પણ વિકાર પેદા થયો નથી તેથી તેમનું કાર્ય અતિ દુષ્કર કહ્યું છે. તેઓ ખરેખર સંયમવીર છે. બે મુનિઓને તો સમાધાન થયું પણ વ્યાઘે ગુફાવાસી ઈર્ષાથી મુક્ત થઈ ન શક્યા.
માનવભક્ષી વાઘનો જેને ડર ન લાગ્યો તેને એક પામર ગણિકા શું ચલિત કરશે ? વાઘે જન્મજાત હિંસકભાવ ત્યજી દીધો તેવી મારી અહિંસાભાવની સાધના અને સંયમબળ આગળ કોશાને ત્યાં રંગરાગમાં રહી સાધના કરવી દુષ્કર નથી. પુનઃ ચાતુર્માસ માટે આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org